જૂનાગઢમાં લુખ્ખાઓનો આતંક બેફામ, વેપારી પાસે રૂપિયા માગી માર માર્યો
જૂનાગઢમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધતો જાય છે. ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. જૂનાગઢના એક વેપારીને ધંધો સારો ચાલે છે, તારે મને 3.50 લાખ રૂૂપિયા આપવા જોશે કહી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસે આરોપીને પકડીને તેની સર્વિસ કરી હોય તેમ આરોપી લંગડાતો ચાલતો દેખાયો હતો. તેમજ પોલીસે અન્ય આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આરોપીને વેપારીએ રૂૂપિયા આપવાની ના કહેતા બે ઈસમોએ મળી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસ સ્ટેશનમાં બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇ તાલુકા પોલીસે વેપારીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિજય ખાંભલાને ઝડપી પાડ્યો છે.
ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, ગત 2 તારીખના ફરિયાદી હરેશભાઈ મોકરીયાને તેનો ઓળખીતો વિજય ઉર્ફે વિજ્યો નામનો ઈસમ પોતાની બાઈક પર બેસાડી ઝાંઝરડા રોડ પર લઈ ગયો હતો. જ્યાં વિજય થાંભલા અને તેના મિત્રએ સાથે મળી ફરિયાદીને કહ્યું હતું કે, તારો ધંધો ખૂબ સારો ચાલે છે, તું મને 3,50 લાખ રૂૂપિયા આપી દે. જ્યારે ફરિયાદીએ રૂૂપિયા શા માટે આપવાના કહેતા આરોપી વિજય ખાંભલાએ ફરિયાદી હરેશ મોકરીયાને ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી, 3.50 લાખ કઢાવી લેવા માટેની કોશિશ કરી હતી.
જેને લઇ ફરિયાદીએ આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી વિજય ખાંભલાની ધરપકડ કરી અન્ય આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.