જેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલી ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડ
રાજકોટના 3 શખસો સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધાયો, પરિણીતાના કપડાં ફાડી નાખ્યા
જેતપુરના થોરાળા ગામ રાજકોટના ભીચરી ગામ કાકરીયા ફાઈનાન્સ વાળા લાખાભાઇ આહીરના મકાનમાં ભાડેથી રહેતા યુવકે રાજકોટમાં ભીચરી ગામે માતાજીના માંડવામાં મિત્ર પાસેથી ઉછીના લીધેલા 3 લાખનું વ્યાજ સહીત રૂૂ.4.50 લાખ વસુલવા રાજકોટના ત્રણ સહીત આઠ શખ્સોની ટોળકીએ આંતક મચાવી યુવક ઉપર હુમલો કરી તેની પત્નીના કપડા ફાડી નાખી ઘરમાં તોડફોડ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોધાઇ છે.
મળતી વિગતો મુજબ રમેશભાઈ કરશનભાઈ ભડેલીયાએ વીરપુર પોલીસમાં કરેલી ફરિયાદ માં આરોપી તરીકે રાજકોટના જયદિપ મેવાડા,રૂૂત્વીક મેવાડા,જયરાજ માંજરીયા તેમજ વિવેક ખાચર,યુવરાજ ખુમાણ,કુલદીપ મકવાણા,કુલદીપ ધાધલ,રવુભાઈ બોરીચાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે છેલ્લા પાંચ મહીનાથી થોરાળા ગામે રહી ખેતીકામ કરુ છું. તે પહેલા પરીવાર સાથે આશરે અઢારેક વર્ષ રાજકોટ રહેતો હતો. અઢી વર્ષે પહેલા રમેશ જયારે રાજકોટ ભીચરી ગામ ખાતે રહેતો હતો. ત્યારે મારે મહાકાળી માતાજી નો માંડવો કરવો હોય તેમજ પૈસાની સગવડ ન હોય જેથી મીત્ર જયદીપભાઇ મેવાડા પાસેથી માંડવો કરવા રૂૂ.3 લાખ રોકડા લીધેલ હતા.
જે રકમ પેટે કુલ 2,80,000 રૂૂપિયા ચુકવી આપેલ હોય જેથી હવે માત્ર 20,000 રૂૂપિયા આપવાના બાકી હોય તે રોકડા 20,000 રૂૂપિયા જયદિપને આપેલ તો જયદિપે કહ્યું કે 20,000 રૂૂપિયા જોતા નથી. તમે જે મને પૈસા આપેલ છે તે ભુલી જાવ અને તે ઉપરાંત ત્રણ વર્ષનુ બાજ 4,50,000 થાય છે તે રકમની માંગ કરી પાંચેક મહિના પહેલા જયદિપ સ્વીફ્ટ કાર નંબર જીજે -03-એચએ-5506 વાળીની લઇ ગયો હતો. પંદરેક દિવસ પહેલા મિત્ર મનિષભાઇ વાળા થોરાળા રમેશની વાડીએ આવેલ હોય તેવામા રાત્રિના બારેક વાગ્યે આ જયદિપ અને તેમનો ભાઈ રૂૂત્વીક એમ બંને આવ્યા હતા અને વ્યાજના પૈસા બાબતે ઝગડો કર્યો હતો.
રમેશે કોઈ કોઇ પ્રત્યુત્તર ન આપતા પુર્વ આયોજીત કાવતરુ રચી કોદાળી તથા લાકડાના ધોંકા જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી,ફોરવ્હીલ કાર લઇને રમેશની વાડીએ રૂૂ.4,50000 બળજબરીથી કઢાવી લેવાના ઇરાદાથી પઠાણી ઉઘરાણી કરી રમેશ અને તેની પત્ની ઉપર હુમલો કરી રમેશની પત્નીનો નો ડ્રેસ ફાડી નાંખી ધક્કો મારી પછાડી દઇ ઘરના દરવાજામા ઘા મારી તોડફોડ કરી પૈસા કેમ નથી આપતા? તેમ કહી ધમકી આપી હતી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
