ગોંડલના ગુંદાળામાં સરપંચ ઉપર હુમલાથી તંગદીલી
એક જ સનદમાં બે પ્લોટ ધારકો વચ્ચેના ડખ્ખામાં સરપંચને ત્રણ શખ્સોએ માર મારી આતંક મચાવતા પોલીસના ધાડા ઉતર્યા
ગોંડલના ગુંદાળા ગામે ગ્રામ પંચાયતના પ્લોટની ફાળવણી બાબતે થયેલ માથાકુટમાં વચ્ચે પડેલા સરપંચ ઉપર ગુંદાળા ગામના ત્રણ શખ્સોએ હુમલો કરતા સમગ્ર ગામમાંતંગદીલી ફેલાઈ ગઈ હતી અને આ ઘટનાને લઈને ગુંદાળાગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી હુમલાખોર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ ગોંડલના ગુંદાળા ગામે ક્ધયાશાળા પાસે રહેતા સરપંચ ગોરધનભાઈ ચોથાભાઈ ડાભીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગુંદાળા ગામના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા જાડેજા અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સરપંચ ગોરધનભાઈ ગઈકાલે સાંજે ગ્રામ પંચાયત ઓફિસ પાસેથી ઘરે જતાં હતાં ત્યારે કાળા રંગની ઝાયલોમાં આવેલા હિતેન્દ્રસિંહ અને તેની સાથેના બે શખ્સોએ હુમલો કર્યો હતો.
દેકારો થતાં લોકો ભેગા થઈ જતાં હિતેન્દ્રસિંહ અને તેના સાથેના બે શખ્સો ભાગી ગયા હતાં હિતેન્દ્રસિંહે હુમલોકર્યો ત્યારે તુ ગમે ત્યાં આડો આવે છે ત્રણ દિવસ પહેલા 100 વારિયા પ્લોટમાં પણ આડો આવ્યો હતો તેમ કહી માર માર્યો હતો. આ હુમલા પાછળનુંકારણ એવું છે કે, ગ્રામ પંચાયત દ્વારા 100 વારના પ્લોટની ફાળવણી થઈ હોય જેમાં પ્લોટ નંબર 55 નાજા ભરવાડ તથા નાથા સાકરિયા તેમ બન્નેના નામે સનથ હોય જે બાબતે વિવાદ ચાલતો હોય આ પ્લોટ નાજા ભરવાડને આપવા હિતેન્દ્રસિંહે અગાઉ સરપંચને કહ્યું હતું પોલીસ સ્ટેશનમાં થયેલ અરજી અનુસંધાને સરપંચે નાથા સાકરિયાની તરફેણમાં રજૂઆત કરી હોય જેનો ખાર રાખીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ ગુંદાળા ગામમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. અને મામલો ભારે ગરમાતા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાપોલીસવડા હિમકરસિંહની સુચનાથી ચુસ્ત પોલીસ બંદોબસ્તગોઠવી દેવામાં આવ્યો છે અને આ ઘટના બાદ હુમલામાં સંડોવાયેલા હિતેન્દ્રસિંહ જાડેજા અને તેની સાથેના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. હુમલાખોરોનું સરઘસ કાઢવાની માંગ સાથે ગ્રામજનોએ ભારે દેખાવો કર્યા હતાં. જેને લઈને હાલ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.