મહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષની જેલ
ચાર વર્ષ પૂર્વે બનેલા બનાવમાં કોર્ટનો ચુકાદો, એક લાખનો દંડ
જામનગર માં ચારેક વર્ષ પહેલાં એક મહિલા ઉપર તેના પડોશી શખ્સે છરી ની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસ માં અદાલતે આરોપી ને દસ વર્ષ ની જેલ સજા નો હુકમ કર્યો છે.
જામનગરમાં રહેતી એક મહિલા ચારેક વર્ષ પહેલા પોતાના ઘરમાં એકલી હતી, ત્યારે તે જ વિસ્તારમાં રહેતો ઇમરાન ઉર્ફે તગારો યુનુશભાઈ ગઢકાઈ નામનો શખ્સ પોતાનું કબુતર તેણીના ઘર માં આવી ગયું હોવાના બહા ને તેણીના ઘર માં ઘૂસી ગયો હતો. આ સમયે તેણી ના પતિ મજૂરી કામેં ગયા હતા અને તે ઘર માં એકલી હતી. તેનો લાભ લઈને આરોપીએ છરી બતાવી ને મારી નાખવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને આ વાત કોઈને કરશે તો તેના પતિ ને પણ મારી નાખવાની ધમકી આપતી હતી.
આખરે આ બનાવ અંગે તેણીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.
આ અંગે નો કેસ જામનગર ના એડી .ડિસ્ટ્રીક્ટ એન્ડ. સેશન્સ જજ વી પી અગ્રવાલ ની અદાલત માં ચાલી જતાં સરકાર પક્ષે 15 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતાં. અને દસ્તાવેજી પુરાવા તેમજ બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી ન્યાયધીશે આરોપી ઇમરાન ગઢકાઈ ને 10 વર્ષ ની જેલ ની સજા અને રૂૂપિયા 15000 નો દંડ તેમજ રૂૂપિયા એક લાખ નું ભોગ બનાનાર ને વળતર ચૂકવવા નો આદેશ કર્યો હતો. આ કેસ માં સરકાર પક્ષે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.