For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તારા બાપને કહે કેસ પાછો ખેંચી લે, નહીંતર એસિડ નાખી તારું મોઢું બગાડી નાખીશ

04:39 PM Aug 31, 2024 IST | Bhumika
તારા બાપને કહે કેસ પાછો ખેંચી લે  નહીંતર એસિડ નાખી તારું મોઢું બગાડી નાખીશ
Advertisement

રાજકોટમાં ચાર વર્ષથી માવતરે રહેતી પરિણીતાએ અમદાવાદ રહેતા પતિ સહીતના સાસરીયા વિરૂધ્ધ ત્રાસની ફરીયાદ નોંધાવી હતી. માવતરે આવ્યા બાદ ભરણપોષણનો કેસ કરતા પતિ ‘તારા બાપને કહે કેસ પાછો ખેંચી લે, નહીંતર એસીડ નાખી તારૂ મોઢું બગાડી નાખીશ’ તેવી ધમકી આપતો હતો.

જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં ન્યુ મહાવીર પાર્કમાં રહેતી કૃપાબા નિર્મળદાન બાટી (ઉ.વ.25) નામની પરિણીતાએ મહીલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે અમદાવાદમાં વાડજ વિસ્તારમાં રહેતા તેના પતિ નિર્મળદાન વિનોદભાઇ બાટી, સાસુ નિરૂબા, સસરા વિનોદભાઇ રામદાન બાટી અને નણંદ સ્વીટી રાહલ પિઠુના નામ આપ્યા છે.

Advertisement

ફરીયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2019માં લગ્ન થયાના બીજા જ દિવસથી પતી સહીતના સાસરીયા ત્રાસ આપતા હતા. નણંદ પણ માર મારતા હતા. બે હજાર રૂપીયાની નોટ ખોવાઇ જતા પતિએ ઝઘડો કરી ગળુ દબાવ્યું હતું. બાદમાં તેણીએ હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જેથી સાસરીયાઓએ તેને માવતરે મુકી ગયા બાદ તેડી ન જતાં તેણીએ ભરણ-પોષણનો કેસ કરતા પતિ ‘તારા બાપાને કહે કેસ પાછો ખેંચી લે નહીંતર એસીડ નાખી મારૂ મોઢું બગાડી નાખીશ’ તેવી ધમકી આપતો હતો તથા સમાજમાં બદનામ કરતા બોગસ ઇન્સ્ટ્રા આઇડી બનાવી ફોટા અને મેસેજ વાયરલ કરવાની ધમકી આપતો હતો.આ અંગે મહીલા પોલીસે પરિણીતાની ફરીયાદ પરથી પતી સહીતના સાસરીયા વિરૂધ્ધ ગુનો નોનધી પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement