ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભણવા મામલે ઠપકાથી ઉશ્કેરાઇ કિશોરે પિતાને ઊંઘમાં સળગાવી દીધા

05:44 PM Feb 19, 2025 IST | Bhumika
Advertisement

સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદના અજય નગરમાં સામે આવી છે. અભ્યાસમાં ધ્યાન ન આપવાથી અને પૈસાની ચોરી કરવા માટે ઠપકો આપતા ગુસ્સે ભરાયેલા કિશોરે ક્રૂરતાની હદ વટાવી સોમવારે મોડી રાત્રે પિતાને જીવતા સળગાવી હત્યા કરી નાખી હતી.

Advertisement

મૂળ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરનો 55 વર્ષીય મોહમ્મદ અલીમ ચાર મહિનાથી અજય નગરમાં તેના 14 વર્ષના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.

ધાર્મિક સ્થળો માટે દાન એકઠું કરવાની સાથે અલીમ મચ્છરદાની અને અન્ય વસ્તુઓ વેચતો હતો. સોમવારે રાત્રે જ્યારે અલીમે તેના પુત્રને અભ્યાસમાં ધ્યાન ન આપવા માટે ઠપકો આપ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો. રાત્રે લગભગ 2 વાગે જ્યારે અલીમ ગાઢ નિંદ્રામાં હતો ત્યારે પુત્રએ તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી દીધી હતી.

આ પછી, તેણે રૂૂમનો દરવાજો બંધ કરી દીધો અને તેના પિતાના મૃત્યુની રાહ જોતો બહાર ઉભો રહ્યો. લગભગ દસ મિનિટની જહેમત બાદ પડોશીઓ તેને બચાવવા માટે સ્થળ પર પહોંચ્યા તો કિશોર તેમને જોઈને ભાગી ગયો. જોકે, હવે પોલીસે તેને કસ્ટડીમાં લઈ તપાસ હાથ ધરી છે.

Tags :
crimedelhidelhi newsindiaindia newsmurder
Advertisement
Next Article
Advertisement