વડિયાના મોરવાડા ગામે કિશોરીની છેડતી: બે યુવાનો સામે પોલીસ ફરિયાદ
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ની પાસે આવેલા મોરવાડા ગામે બે દિવસ થી ગામનો આંતરકલહ સપાટી પર આવતો જોવા મળ્યો છે. ગત તારીખ 12ના રોજ મોરવાડા ગામના પૂર્વ સરપંચ હરસુખભાઇ વલ્લભભાઈ બુહા ની વાડીએ ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર ની દિકરી વડિયા ધોરણ નવ માં અભ્યાસ કરવા આવતી હોય તેને ઈશારાઓ કરી તેમની છેડતી કરતા કિશોરી દ્વારા દવા પી લેતા તેમને પ્રથમ વડિયા અને ત્યાર બાદ જેતપુર વધુ સારવાર અર્થે લઇ જવાતા તેમના પરિવાર દ્વારા વડિયા પોલીસમાં દીકરીના પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવતા વડિયા પોલીસ દ્વારા મોરવાડા ગામના બે શખ્સો સાગર જયસુખભાઇ મકવાણા અને અનિલ કાળુભાઇ મકવાણા વિરુદ્ધ બીએનએસ 75(2), 78(2), 79,296,351(3) પોસ્કો એકટ ની કલમ 12,17 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તો બીજી બાજુ આ બંને શખ્સમાંથી અનિલ કાળુભાઇ મકવાણા જે ઇકો ગાડી થી ભાડા કરી સાથે કડિયા કામ કરી ગુજરાન ચલાવતા હોય તેને થોડા સમય પેહલા પોતાના ગામના દિલીપ (ભયકુ ) હસમુખભાઈ બુહા ને દિવ મોજ મજા કરવા જવુ હોય ત્યાં ભાડે જવાની ના પાડતા અને ગામમાં તેને કહેવા છતાં કામે ના જવાનો ખાર રાખી તમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પોતાની જાતી પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ વડિયા પોલીસમાં કરતા વડિયા પોલિસ દ્વારા દિલીપ (ભયકુ ) હસમુખભાઈ બુહા અને હરસુખભાઇ વલ્લભભાઈ બુહા વિરુદ્ધ બીએનેસ અધિનિયમ 351(2), 352,54 મુજબ તથા અનુ. જાતી અને અનુ. જનજાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(1) િ, 3(1)ત, 3(2)(દફ) મુજબ ગુનો નોંધવામા આવ્યો છે. હાલ બે દિવસથી વડિયાના મોરવાડા ગામમાં સામસામે બંને પક્ષે થયેલી ફરિયાદો થી વડિયા પોલીસ સ્ટેશન મોરવાડા ગામના લોકોથી ઉભરાતું જોવા મળી રહ્યું છે તો આ બંને પક્ષે થયેલી ફરિયાદો હવે કેટલે સુધી જઈ ને અટકે છે તે આવનારો સમય જ બતાવશે. હાલ આ બંને કેસની તપાસ માં વડિયા પોલીસ કામગીરી કરતી જોવા મળી રહી છે.