મોરબી રોડ પર એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ઉપર દરોડો,ત્રણની ધરપકડ
હોળીની રાતે યોજેલી મહેફિલમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો
શહેરના મોરબી રોડ પર આવેલા શ્રીજી શરણમ દિક્ષા નામના એપાર્ટમેન્ટના ફલેટમાં ચાલતી દારૂૂની મહેફિલ બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂૂની મહેફીલ માણતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ મોરબી રોડ પર આવેલા શ્રીજી શરણમશ દિક્ષા એપાર્ટમેન્ટમાં એક ફલેટમાં કેટલાક શખ્સો દારૂૂની મહેફીલ માણતા હોવાની બાતમી મળતા બી-ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ.એ.બી. ચોૈધરી તથા કોન્સ નરેશભાઇ ચાવડા સહિતના સ્ટાફે એપાર્ટમેન્ટ સીવીંગ ફલેટનં. 402માં દરોડો પાડી વિદેશી દારૂૂની મહેફીલ માણતા ફલેટ માલીક કેતન હસમુખભાઇ મણીયાર (ઉ.વ. 41) ભાવનગર રોડ મયુરનગર મેઇન રોડ શેરી નં. 6 ના મુકેશગીરી ગોૈસ્વામી (ઉ.વ. 29) અને સંતકબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટી શેરી નં. 17 ના નિકુંજ જગદીશભાઇ ધોળકીયા (ઉ.વ.40) ને પકડીલઇ કાર્યવાહી કરી હતી