For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વંડા ગામે છાત્રા સાથે કુકર્મ આચરનાર શિક્ષક ઝડપાયો

11:38 AM Feb 13, 2025 IST | Bhumika
વંડા ગામે છાત્રા સાથે કુકર્મ આચરનાર શિક્ષક ઝડપાયો

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે આવેલી એક સ્કૂલનો શિક્ષક હોસ્ટેલમાં રહેતા શિક્ષકના રૂૂમમાં વિદ્યાર્થીને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસએ શિક્ષકને ઝડપી લીધો હતો.

Advertisement

અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકામાં આવેલ વંડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે વંડા વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં હોસ્ટેલ પણ આવેલ છે અહીં શાળામાં હોસ્ટેલ પણ આવેલ છે અહીં શિક્ષક વિશાલ સાવલિયા ગૃહપતિ તરીકે કામ કરતો રમતગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો હોસ્ટેલની સામેના રૂૂમમાં રહેતો હતો વિદ્યાર્થીને તેના રૂૂમમાં બોલાવી કૃત્ય આચરતો હતો આ ઘટના તા.5 .2.25 ના બની હતી.

ત્યારબાદ વિદ્યાર્થીને પાછળના ભાગે દુખાવો પણ થયો હતો ત્યારબાદ પરિવાર નાસ્તો દેવા હોસ્ટેલ આવતા વિધાર્થીને તાવ આવતો હોવાથી પરિવાર ઘરે લઈ જતા હતા આ સમયે વિધાર્થીએ પરિવારને વાત કરી મારા સાહેબને કયોને મારી સાથે આવું કરી રહ્યા છે ત્યારે આ આખી ઘટના પ્રકાશમાં આવી અને મામલો વંડા પોલીસ સ્ટેશનમાં પોહચ્યો આ ઘટનાની ગંભીરતા સમજી વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે પોલીસએ શિક્ષક વિશાલ સાવલિયાની શોધખોળ હાથ ધરી શિક્ષક વિશાલ સાવલિયાને પોલીસએ રાઉન્ડપ કર્યો છે.

Advertisement

પોલીસ તપાસમાં ખુલેલી માહિતી પ્રમાણે એક પ્રાઇવેટ સ્કૂલ આવેલ છે અભ્યાસ કરતા વિદ્યાર્થી પર તેનાજ એક શિક્ષક વિશાલ સાવલિયા દ્વારા ુષ્કર્મ આચાર્યુ હતું તેની ફરિયાદ વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે આ ફરિયાદ પ્રમાણે બીએનએસની કલમ 115,2 પોકસો કલમ જુહેનસજસ્ટિસ એક્ટની કલમ અને એટરોસિટી કલમ મુજબ ફરિયાદ દાખલ થયા બાદ તપાસ ડી.વાય.એસ.પી.નયના ગોરડીયા પાસે છે. આરોપીનું વિશાલ રામજીભાઈ સાવલિયા ગામ ગોંડલ (ઉંમર વર્ષ 28) સર્વમંગલ બિલખીયા સ્કૂલ માં છેલ્લા એક વર્ષથી હોસ્ટેલને મેનેજમેન્ટ ગૃહપતિ અને રમતગમત તેમજ જનરલ નોલેજ ના શિક્ષક તરીકે કામ કરતો હતો.

અહીંયા આવેલ હોસ્ટેલમાં 17 વિદ્યાર્થીઓ રહેતા હતા તે જુદા જુદા ગામના હતા. આ સ્કૂલમાં આવેલ હોસ્ટેલ ની સામે જ આરોપી લંપટ શિક્ષકનો રહેવાનો રૂૂમ હતો જે રૂૂમ પોલીસે હાલ સીલ કરેલ છે આ રૂૂમમાં ભોગ બનનાર વિદ્યાર્થીને બોલાવતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો અને કોઈને નહીં કહેવા માટેની ધમકી આપતો હોવાની પોલીસ પ્રાથમિક તપાસમાં ખુલાસો કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે વંડા ગામમાં તેમજ સમગ્ર પંથકમાં શિક્ષણ જગતને શર્મચાર કરતી ઘટના બાબતે રોષ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement