ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં 560 કરોડના બોગસ બિલના આધારે 112 કરોડની કરચોરી

12:48 PM Oct 10, 2025 IST | Bhumika
Advertisement

જીએસટી વિભાગ દ્વારા 5.62 કરોડના બેંક ખાતા ફ્રીઝ, 36 કરોડની સ્થાવર અને જંગમ મિલકત સીલ, 14 બોગસ પેઢીઓ હોવાનું તપાસમાં ખુલ્યું

Advertisement

ગુજરાત રાજ્યના જીએસટી વિભાગે જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયા દ્વારા વિશાળ બોગસ બિલિંગ નેટવર્ક મારફતે કરવામાં આવેલ રૂ.100 કરોડથી વધુની કરચોરીનો પર્દાફાશ કર્યો છે.હાલ સીએ નાસી ગયો હોવા થી તે દેશ છોડી શકે નહીં તે માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

ખાનગી માહિતીના આધારે તેમજ સતત દેખરેખ પછી, જીએસટી વિભાગ દ્વારા ગત 3 ઓક્ટોબર 2025ના રોજ રાજ્યભરમાં કુલ 25 સ્થળોએ એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય આરોપી ભાગીદાર છે તે બ્રહ્મ એસોસાઇટ્સ નામની સીએ ફર્મની ઓફિસ તેમજ તેના રહેઠાણનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી ગુજરાત જી એસ.ટી અધિનિયમ, 2017ની જોગવાઈઓ મુજબ રાજ્યની વિવિધ જીએસટી કચેરી ઓ માંથી બનાવેલ 27 ટીમો દ્વારા હાથ ધરવામાં આવી હતી.

અત્યાર સુધીની તપાસમાં 14 બોગસ પેઢીઓની સંડોવણી બહાર આવી છે. જેઓ માલની ફીઝીકલ મુવમેન્ટ વિના ફક્ત ઇન્વોઇસ બનાવીને ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરતા હતા. પ્રારંભિક તપાસ અને તપાસ સંબંધિત પેઢીઓના માલિકોના નિવેદનોમાં એ સ્પષ્ટ થયું છે કે, આવી અનેક પેઢીઓ સીએ અલ્કેશ પેઢડીયા દ્વારા ચલાવવામાં આવતી હતી. વધુમાં, કેટલાક કેસોમાં, ખરેખર અસ્તિત્વ ધરાવતા કરદાતાઓના GSTIN ક્રેડેન્શિયલ્સનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આવા કરદાતાઓએ તપાસ દરમિયાન જણાવ્યું છે કે તેઓ સીએ અલ્કેશ પેઢડીયા દ્વારા જીએસટી Compliance Servicesના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બન્યા છે અને તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરેલ છે.

તપાસ દરમ્યાન અધિકારીઓએ દ્વારા જેમાં ખોટા ઇન્વોઇસ અને નાણાકીય રેકોર્ડમાં ગેરરીતિના પુરાવા મળ્યા છે, તેવા કેટલાક દસ્તાવેજો, કમ્પ્યુટર અને અન્ય ડિજિટલ સ્ટોરેજ ડીવાઇસીસ જપ્ત કરવામાં આવેલ છે. પ્રાથમિક વિશ્ર્લેષણમાં વિવિધ બેંક ખાતાઓ મારફતે નાણાકીય વ્યવહારોના અનેક લેયર જોવા મળ્યા છે, જે ખુબ જટિલ ફંડ ડાયવર્ઝન મિકેનિઝમ તરફ ઇશારો કરે છે. કેટલીક પેઢીઓએ વિભાગ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ વેરાકીય જવાબદારીનો સ્વીકાર કરી લાગુ પડતા વ્યાજ તથા દંડ સાથે રકમ ભરપાઇ કરવાની બાહેંધરી આપી છે.

બોગસ ટ્રાન્ઝેક્શન રૂૂ.560 કરોડ ના બોગસ વ્યવહારોની ઓળખ, જેમાં અંદાજિત રૂૂ.112 કરોડની કરચોરી બહાર આવી છે. ITC બ્લોકેજ અને એકાઉન્ટ ફ્રીઝિંગ મળવાપાત્ર ન હોય તેવી રૂ.4.62 કરોડ ની ITC બ્લોક કરી છે. બેંક ખાતાઓ ફ્રીઝ રૂ1 કરોડ થી વધુની રકમ સુરક્ષિત કરી છે.

મિલકતો પર ટાંચ માં સરકારી આવકના રક્ષણ માટે આશરે રૂૂ 36 કરોડ ની સ્થાવર અને જંગમ મિલકતો પર તાત્કાલિક ધોરણે ટાંચ મુકવામાં આવી છે. કેટલીક પેઢીઓ એ વિભાગ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ વેરાકીય જવાબદારીનો સ્વીકાર કરી લાગુ પડતા વ્યાજ તથા દંડ સાથે રકમ ભરપાઇ કરવાની બાહેંધરી આપેલ છે.

તપાસ હેઠળના 25 કરદાતાઓમાંથી 14 બોગસ પેઢીઓ હોવાનું જણાયું છે , સરકારી આવકના રક્ષણ માટે આગળની કાર્યવાહી શરૂૂ કરવામાં આવેલ છે. મુખ્ય આરોપી સીએ અલ્કેશ પેઢડીયા અનેક સમન્સ આપવા છતાં, તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયો નથી, જેના ધ્યાને લેતા તે દેશ છોડીને ભાગી ન જાય તે માટે લુક આઉટ સકર્ક્યુલર પણ ઇસ્યુ કરવામાં આવેલ છે. તેને હાજર કરવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ગુજરાત જીએસટી વિભાગ બોગસ ઇન્વોઇસિંગ, ખોટા ITC દાવા તથા જીએસટી નોંધણીના દુરુપયોગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તેની ઝીરો ટોલરેન્સની નીતિ પર અડગ છે. વિભાગ આવા તમામ વ્યક્તિઓ, વ્યાવસાયિકો તથા વ્યવસાયિક સંસ્થાઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરશે, જેમાં કાયદેસરની કાર્યવાહી ભારે દંડ લાદવો તથા મિલકતો પર ટાંચ જેવી કાર્યવાહીનો સમાવેશ થાય છે.

જીએસટી વિભાગનો વધુ એક પેઢીમાં દરોડો
જામનગરમાં જીએસટીનું 500 કરોડનું કૌભાંડ ચર્ચામાં છે, ત્યારે જ સેન્ટ્રલ જીએસટી વિભાગ શંકરટેકરી વિસ્તારની એક પેઢી પર ત્રાટકતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શંકરટેકરી - ઉદ્યોગનગરમાં આવેલ જાનવી એગ્રીટેક નામની પેઢીમાં જીએસટીની ટીમ દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેનાં નિષ્કર્ષ અંગે હજુ સત્તાવાર કોઈ ઘોષણા થઇ નથી, પરંતુ જીએસટીનાં નવા દરોનાં અમલીકરણ પછી શહેરમાં સતત જીએસટી વિભાગની કાર્યવાહીથી વેપારી વર્ગમાં અફરાતફરી મચી ગઇ છે.

Tags :
bogus billcrimeGSTgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement