ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોટી ખાવડીમાંથી 26.34 લાખનું ડીઝલ ભરીને નીકળેલું ટેન્કર લાપતા

12:01 PM Mar 19, 2025 IST | Bhumika
Advertisement

જામનગર નજીક મોટી ખાવડી સ્થિત ખાનગી ઓઇલ કંપનીમાંથી રૂૂપિયા 26.12 લાખ ની કિંમત નો 34, 000 લીટર ડીઝલનો જથ્થો ભરીને નીકળેલો ટેન્કર ડ્રાઇવર મહારાષ્ટ્ર પહોંચવાને બદલે રફુ ચક્કર થયો હતો, અને ટેન્કર પણ બિન વારસુ અવસ્થામાં અને ખાલી મળી આવ્યું હતું, જેથી ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક દ્વારા ટેન્કર ચાલક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૂળ ગાંધીધામ કચ્છના વતની અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતા સચિનભાઈ ધનજીભાઈ લાવડીયા કેજો તેઓ ટ્રાન્સપોર્ટ કંપનીનો વ્યવસાય કરે છે અને પોતાના ટેન્કરમાં મોટી ખાવડી માંથી રૂૂપિયા 26.12 લાખની કિંમતના 34,000 ડીઝલનો જથ્થો ગાયબ થયો હતો.

જે ટ્રક ટેન્કરને મહારાષ્ટ્રના ચંદ્રપુર વિસ્તારમાં હર્ષા ક્ધસ્ટ્રકશન કંપનીમાં પહોંચાડવાનું હતું, જે ટ્રક ટેન્કર માં વાહન ચલાવવા માટે એક મહિના પહેલા જ મૂળ રાજસ્થાનના ઝાલોર નો વતની શકુરખાન અલીખાન નોકરીએ ચડ્યો હતો. જે ગત દશમી તારીખે જામનગર થી જવા માટે રવાના થયા બાદ આજ દિન સુધી નિર્ધારિત સ્થળે પહોંચ્યો ન હતો, અને ટેન્કર ચાલક નો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો.

ત્યારબાદ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકો દ્વારા પોતાના ટેન્કરની શોધ ખોળ શરૂૂ કરતા હાઈવે રોડના એક ધાબા પરથી બીનવારસુ અને ખાલી અવસ્થામાં મળી આવ્યો હતો. તેમાંથી 34,000 લીટર ડીઝલનો જથ્થો ગાયબ થઈ ગયો હતો, જ્યારે ટેન્કર ચાલક પણ લાપતા બન્યો છે.

જેથી આ મામલો મેઘપર પડાણા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ટ્રાન્સપોર્ટર સચીન ભાઈ લાવડીયા ની ફરિયાદના આધારે પોલીસે ટ્રકના ચાલક શકુરખાન વલીખાન સામે ગુન્હો નોધી તેને શોધવા માટેની કવાયત શરૂૂ કરી છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement