તાલાલા શહેર ભાજપ પ્રમુખે દારૂના નશામાં કરેલી મારામારી
ગીર સોમનાથમાં તાલાલા શહેર ભાજપ પ્રમુખની દાદાગીરી સામે આવી છે. મદિરાપાન કરી મારામારી કરતો પ્રમુખ સુનિલ ગંગદેવનો વીડિયો વાયરલ થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયેલો છે. પોલીસે પ્રોહિબિશન અને મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સુનિલ ગંગદેવની ધપકડ કરી કાર્યવાહી શરૂૂ કરી છે.
ગીર સોમનાથ જીલ્લામાં શહેર પ્રમુખ સુનિલ ગંગદેવની દાદાગીરી કરતો વીડિયો વાયરલ થતાં લોકો ગુસ્સે થયા છે. હજુ તાજેતરમાં જ સુનિલ ગંગદેવની શહેર પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. શહેર પ્રમુખે દારુ પી દાદાગીરી અને મારામારી પણ કરી હતી તેવો વીડિયો વાયરલ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.
તપાસનાં આધારે ગીર સોમનાથના તાલાલાના ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ કરવામાં આવી છે. તેના પર દારૂૂના નશામાં ક્રિકેટ રમતા યુવાનો પર હુમલો કરવાનો આરોપ છે. પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કે તેણે યુવકને બેટથી માર માર્યો હતો, ત્યારબાદ પોલીસે સુનીલ ગંગદેવની ધરપકડ કરી છે. સુનીલ ગંગદેવના દીકરાનો બીજા યુવક સાથે ઝઘડો થયો. આરોપ હતો કે ક્રિકેટ રમવાના મામલે થયેલી ઝઘડામાં આરોપીઓએ યુવાનોને માર માર્યો હતો, જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.
હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે શું ભાજપ સુનીલ ગંગદેવ સામે કાર્યવાહી કરશે. એવો પણ આરોપ છે કે તેમણે સત્તા મેળવવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો અને તે નશાની હાલતમાં પણ હતો. તે સમયે આ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો હતો.