તળાજા હોમગાર્ડ ઓફિસરના પર્સની ચોરી કરનાર કેમેરામા કેદ: પોલીસ નિષ્ક્રિય
ભાવનગર જિલ્લાના તળાજા ના હોમગાર્ડ કમાન્ડીગ ઓફિસર ટ્રાન્સપોર્ટેશનના કામ નો વ્યવસાય કરેછે.તેઓ પોતાનું વાહન લઈ ને આવેલ માલ તળાજા ની બજારમાં ઉતારતા હતા.એ સમયે એક અજાણ્યો લબર મુછીઓ ઈસમ ડ્રાઇવર કેબિનમાં રાખેલ પર્સ ચોરીને રફુચક્કર થઈજતા સીસીટીવી કેમેરા મા કેદ થયો છે.ઘટના ને બે દિવસ થવા છતાંય પોલીસ તરફ થી સઘન શોધખોળ, કાયદેસરની કાર્યવાહી કરી ખાખી ને ખાખી ની મદદ કરવી જોઈએ તે ન કરતા આજે આખરે હોમગાર્ડ ઓફિસરે ફોટા વિડિઓ વાઇરલ કરવા ની સાથે મીડિયા નો સહારો લેવાની ફરજ પડી હતી.
હોમગાર્ડ વિભાગ કાયદો અને વ્યવસ્થા અર્થે પોલીસ સાથે ખભેખભા મિલાવી કામ કરે છે.તેમ છતાંય સામાન્ય નહિ તળાજા હોમગાર્ડ કમાડીંગ ઓફિસર દેવેન્દ્રભાઈ શર્મા નું રૂૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ ભરેલ પર્સની ચોરી કરતા દ્રશ્યો અને ચોર બંને સીસીટીવી કેમેરા મા કેદ થયા હોવા છતાંય પોલીસે બનાવ ની ગંભીરતા લઈ ને ઉઠાવગીર શખ્સ ને શોધીકાઢી કાયદેસર ની કાર્યવાહી કરી ન હોવાનો હોમગાર્ડ ઓફિસર એ અફસોસ વ્યક્ત કર્યો હતો.
દેવેન્દ્રભાઈ શર્મા એ જણાવ્યું હતુ કે ગત.તા.25 ને બપોરે 3.44 કલાકે પોતે શક્તિ મોલ મા પોતાની કેરી વાહન માંથી માલ સામાન ઉતારી રહ્યા હતા એ સમયે નઝર ચૂકવી ને ડ્રાઇવર કેબિનમાં રાખેલ પર્સ ની ઉઠાંતરી કરી ને છું ગયો હતો. પર્સ મા રૂૂ.2000/- અને મહત્વના ડોક્યુમેંટ હતા.આ સમગ્ર ઘટના મોલ ના સીસીટીવી કેમેરા કેદ થયા બાદ આગળ બુક સ્ટોલ મા પણ ઈસમ જતો જણાય છે. બે દિવસ થી હોમગાર્ડ ઓફિસર પોલીસ નો ઉઠાવગીર ને પકડી પાડવા સંપર્ક સાધે છે પરંતુ હજુ નક્કર પરિણામ નથી નું તેઓએ ઉમેર્યું હતું.