ભાઇને ફોનમાં ગાળો આપતાં શખ્સને સમજાવતા યુવાનની આંખમાં સ્પ્રે છાંટી 4 શખ્સોનો હુમલો
ધ્રોલમા રહેતો યુવાન રાજકોટમા હતો ત્યારે તેના ભાઇને ફોનમા ગાળો ભાંડતા શખ્સને સમજાવ્યાનો ખાર રાખી 4 શખ્સોએ આંખમા સ્પ્રે છાટી પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ધ્રોલમા આવેલ રાધે પાર્કમા રહેતો રવી અશ્ર્વિનભાઇ ચાવડા નામનો ર7 વર્ષનો યુવાન રાજકોટમા મોરબી રોડ પર જકાત નાકા પાસે હતો ત્યારે હાર્દિક પરમાર અને સચીન પરમાર સહીતનાં 4 શખ્સોએ પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા રવી ચાવડા ગઇકાલે માંડા ડુંગર વિસ્તારમા મિત્રનાં લગ્નમા આવ્યો હતો. તે દરમ્યાન રાજનગર પાસે હાર્દિક પરમારને ફોન કરી બોલાવી અને તુ મારા નાના ભાઇને કેમ ફોનમા ગાળો આપતો જે અંગે સમજાવ્યો હતો. જેથી હાર્દિક પરમારે તેના મિત્રને બોલાવી રવી ચાવડાની આંખમા સ્પ્રે છાંટી ઢીકા પાટુનો માર માર્યો હતો. બાદમા રવી પરમાર ધ્રોલ ખાતે ચાલ્યો ગયો હતો અને મીત્રની કારમા રાત્રીના સમયે કારમા ઘંટેશ્ર્વર વિસ્તારમા આવ્યો હતો. ત્યારે હાર્દિક પરમારે ફોન કરી બિભત્સ ગાળો ભાંડી મોરબી રોડ જકાત નાકા પાસે બોલાવી ફરી હુમલો કર્યો હોવાની પોલીસ દફતરે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદનાં આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.