મોરબીના જાજાસર ગામેથી બોલેરોમાંથી શંકાસ્પદ પેટ્રોલિયમનો જથ્થો ઝડપાયો
પોલીસે રૂા.14.15 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી
માળિયાના જાજાસર ગામની સીમમાં આવેલ આરબ સોલ્ટ નામના મીઠાના કારખાના પાસેથી બોલેરો ગાડીમાંથી શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રવાહી સાથે એક શખ્સને માળિયા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન જાજાસર ગામની સીમમાં આવેલ આરબ સોલ્ટ પાસે એક બોલેરો ગાડી શંકાસ્પદ પેટ્રોલીયમ ભરીને વેચાણ માટે જતી હોય તેવી બાતમીના આધારે બોલેરો ગાડી રોકી ચેક કરતા બોલેરો ચાલક પાસે ગાડીમાં ભરેલ પેટ્રોલીયમ પ્રોડક્ટ વિષે લાયસન્સ કે પરમીટ માગતા તેની પાસે ના હોય તથા વધુ પુછપરછ કરતા બોલેરો ગાડીમાં ભરેલ જથ્થો આરબ સોલ્ટ નામના મીઠાના કારખાના પાસે લોખંડના બે ટાંકામાં સંગ્રહ કરેલ હોય જેથી તે જગ્યાની તપાસ કરતા બોલરો ગાડીમાંથી પેટ્રોલીયમ પ્રવાહી આશરે 1000 લીટર કીમત રૂૂ.70,000, બોલેરો ગાડી કીમત રૂૂ.2,00,000, બે લોખંડના ટાંકામાં આશરે 13500 લીટર પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો કીમત રૂૂ.9,45,000 તથા બંને લોખંડના ટાંકાની કીમત રૂૂ.2,00,000 એમ કુલ મુદામાલ કીમત રૂૂ.14,15,000 કબજે કરી ચાલક અશોકકુમાર છોટુરામ ચૌધરીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે