સરધારમાં પત્ની પર શંકા કરી પતિએ બેફામ માર માર્યો, સાડી ઉતારી ગેરવર્તન કર્યું
સામા પક્ષે સાસુ સહિતનાએ માર માર્યાના આક્ષેપ સાથે પતિ સિવિલમાં દાખલ થયો
સરધાર ગામમાં રહેતા ખુશ્બુબા નીલેશભાઈ મકવાણા(ઉ.19) પર શંકા કરી તેમના પતિ નિલેશ ચંદુ મકવાણાએ મારમારી અને ગામમાં લઇ જઇ ખરાબવર્તન કરી બેફામ મારમારી અને માતાના ઘરે કોઠારીયા સોલવન્ટ મૂકી ગયો હતો.આ અંગે ખુશ્બુબાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ખુશ્બુબાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,નીલેશ સાથે પ્રેમ સબંધ થઈ જતા તેની સાથે મે ઘરમેળે લગ્ન કરેલ છે અને તેનાથી મારે સંતાનમાં એક દીકરો વિશ્વરાજ છે.ગઈ તા.19/09ના રોજ રાત્રીના એકાદ વાગ્યે હું મારા ઘરે સુતી હતી ત્યારે મારા પતિ નીલેશભાઈ ચંદુભાઈ મકવાણા બહારથી આવેલ અને મારી સાથે જેમ તેમ બોલવા લાગેલ જેથી મે કહેલ કે તમે અત્યારે સુઈ જાવ તેમ કહેતા ઉસ્કેરાઈ ગયેલ અને ગાળો બોલી અને શરીરે ઢીકા પાટુનો માર મારવા લાગ્યો હતો અને મે મારવાનીના પાડતા અમારા ઘરના ખુણામાં એક પાઈપ પડેલ હતો.તે લઈને જમણા હાથના કોણીથી નીચેના ભાગે ઘા કરેલ અને આ પતિ ગળે બેસી ગયો હતો અને તે પછી મને સરધાર ગામના પંચમુખી ચોક ખાતે લઈ ગયેલ અને મારી સાથે ખરાબ વર્તન કરેલ અને મારી સાડી ઉતારેલ હતી.
બાદમાં અમારી જ્યુપીટર ગાડીમાં બેસાડી રાજકોટ ખાતે આવેલ રામવન પાસે લઈ ગયેલ અને ત્યાં પણ ગેરવર્તન કરી મુંઢ માર મારેલ અને તે પછી માતાના ઘરે કોઠારીયા સોલવંટ, સીતળાધાર પચીસ વારીયા ક્વાર્ટર ખાતે લઈ આવેલ અને ત્યાં મને મુકીને જતો રહેલ હતો અને બાદમાં મે માતા ગુલાબબા પ્રદીપસિંહ ચુડાસમાં તથા મારી મોટી બહેન ધર્મીષ્ઠાબેન તથા મારી ભાભી મુસ્કાન સાબીરહુશેનને વાત કરેલ અને જમણા હાથે મારા પતીએ લોખંડનો પાઈપ મારેલ હતો તે જગ્યાએ સોજો ચડી જતા માતાએ બીજે દીવસે મને કોઠારીયા રોડ ઉપર આવેલ નક્ષકીરણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જતા ત્યાં ડો. સાહેબે એક્સરે પડાવેલ અને ડો.એ મારા જમણા હાથે કોણીથી નીચેના ભાગે ફેક્ચર થયેલ હોવાનું જણાવેલ પતિ છેલ્લા ત્રણેક મહીનાથી શંકા રાખી મને શારીરિક તેમજ માનસીક ત્રાસ આપી હેરાન પરેશાન કરતો હોય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાં પક્ષે પતિ નિલેશ મકવાણા(ઉ.30)એ પણ સદામ, સાસુ ગુલાબબા અને રહિમે મારમાર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.