ટંકારા જુગાર કલબ તોડ પ્રકરણમાં વોન્ટેડ સસ્પેન્ડ પીઆઈ ગોહિલની કચ્છથી ધરપકડ
ટંકારા જુગારકલબમાં તોડ પ્રકરણમાં છેલ્લા સાડા પાંચ મહિનાથી ફરાર તત્કાલીન પીઆઈ વા.કે.ગોહિલને કચ્છ નજીક એક ગામમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી લીધા છે. ભાજપના મંત્રી સાથે નજીકનો સંબંધ ધરાવતાં સસ્પેન્ડેડ પીઆઈ ગોહિલની પુછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે.
ગત 26 ઑક્ટોબર 2024ની મોડી રાતે રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી કમ્ફર્ટ હોટલમાંથી ટંકારા પોલીસ જુગાર કલબ પકડી હતી. ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય. કે. ગોહિલની રૂૂબરૂૂ 10 લોકો સામે જુગારનો કેસ નોંધવામાં આવે છે. 12 લાખ રૂૂપિયા રોકડા, 8 મોબાઈલ ફોન, બે ફોર્ચ્યુનર કાર અને પ્લાસ્ટીકના કોઈન મુદ્દામાલ સ્વરૂૂપે કબજે લેવાય છે. બેએક દિવસમાં જ ટંકારા પીઆઈ ગોહિલે જુગાર કેસમાં મોટો તોડ કર્યો હોવાની માહિતી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે. જેના પગલે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે ( પીઆઈ વાય. કે. ગોહિલને લીવ રિઝર્વમાં અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહની બદલી કરી હતી.
આ પ્રકરણમાં ડીજીપી વિકાસ સહાય પાસે તોડકાંડની વાત પહોંચતા તેઓ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને તપાસનો આદેશ આપે છે. ટંકારા પોલીસના ચોપડે નોંધાયેલા કથિત જુગાર કેસના આરોપીઓના નિવેદન નોંધવાની શરૂૂઆત થતાંની સાથે જ Team SMC ને કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળે છે. હોટલ કમ્ફર્ટના સીસીટીવી ફૂટેજ તેમજ રાજકોટ ખાતેના કેટલાંક સ્થળોના CCTV પુરાવા તરીકે લેવાય છે. જુગાર કેસમાં મીડિયાને નામ નહીં આપવાની શરતે તેમજ આરોપી/મોબાઈલ ફોનની ફેરબદલ કરવા માટે ઙઈં ગોહિલ જુદાજુદા તબક્કામાં 63 લાખ રૂૂપિયા મગાવે છે. 63 લાખ પૈકીની રોકડમાંથી 12 લાખ જુગારના હોવાનું દર્શાવી તત્કાલિન પીઆઈ વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી બાકીના 51 લાખ રૂૂપિયા ઓળવી ગયા હોવાની વિગતો સામે આવતા SMC ના પીઆઈ આર. જી. ખાંટ સરકાર તરફે ફરિયાદ કરે છે.
પીઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે ગુનો નોંધાયા બાદ બન્ને ફરાર થઈ જતાં તેમને વોન્ટેડ જાહેર કર્યા હતાં. બનાવના સાડા પાંચ માસ બાદ 12 દિવસ પૂર્વે ફરાર હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ડી.વાય.એસ.પી. વિશાળ રબારી સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. ત્યારબાદ ભાગેડુ તત્કાલીન પીઆઈ ગોહેલ કચ્છમાં છુપાયા હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કચ્છથી સસ્પેન્ડડ પીઆઈ વાય.કે. ગોહિલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.