વેરાવળમાં રૂા. 1 લાખની લાંચ લેતા સરવે કચેરીનો કર્મચારી ઝડપાયો
વેરાવળ તાલુકાના ઇણાજ ગામે આવેલ જીલ્લા સેવા સદન કચેરી ખાતે એસ.એલ.આર. કચેરીના વર્ગ 3 ના અધિકારી સમક્ષ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપેલ જે અરજી મંજૂર કરવાની કાર્યવાહી કરવા રૂૂા.એક લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથે અધિકારીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસીબીની કાર્યવાહીના પગલે કચેરીના અન્ય સ્ટાફમાં ફફડાટની લાગણી પ્રસરી ગયેલ છે.આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાની એસ.એલ.આર કચેરીમાં પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે એક અરજદારે પ્રમોલગેશનની અરજી આપેલ જે અરજી મંજૂર કરવાની કાર્યવાહી કરવાના આક્ષેપિતે અરજદાર પાસેથી રૂૂા.1,50,000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ અને આ બાબતે રકઝકના અંતે આક્ષેપિતે રૂૂા.1,30,000 માં કામ કરી આપવાનું નક્કી કરેલ જે પૈકી રૂૂા.1,00,000 આજરોજ ફરિયાદી પાસે મંગાવેલ અને બાકીના રૂૂા.30,000 પછીથી આપવાનું કહેલ હતું. આ બનાવના ફરીયાદ લાંચની રકમ આપવા માગતાં ન હોય તેથી ગીર સોમનાથ એ.સી.બી. પોલીસ નો સંપર્ક કરતાં આજરોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરેલ જેમાં એસ.એલ.આર. કચેરી, ઇણાજ ખાતે વર્ગ 3 ના અધિકારી રાવતભાઈ રામભાઇ સિસોદિયા, ઉ.વ.37, સિનીયર સર્વેયર (શિરસ્તેદાર) ને રૂૂા.એક લાખની લાંચ લેતા રંગે હાથે એસીબીના પીઆઈ ડી.આર.ગઢવીએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી સુપર વિઝન અધિકારી જૂનાગઢ કચેરીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ.પટેલ સહીતનાએ આરોપી અધિકારી ને સ્થળ પર પકડી પાડતા ધોરણસરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે.