પ્રમોશન માટે જાતિનું બોગસ પ્રમાણપત્ર આપનાર સુરતના એસીપીની ધરપકડ
સુરતમાં બોગસ પુરાવાના કેસમાં સુરતના ACPની ધરપકડ કરવામાં આવી છે, ઉમરા પોલીસે ACPબી.એમ.ચૌધરીની ધરપકડ કરી હતી અને તેમણે નોકરી મેળવી પ્રમોશન માટે બોગસ પુરાવા ઉભા કર્યા હતા, આ સમગ્ર કેસમાં સમાજ કલ્યાણ અધિકારીએ એસીપી સામે નોંધાવી હતી ફરિયાદ અને આગોતરા જામીન હોવાથી પોલીસે કાર્યવાહી બાદ તેમને મુકત કરાયા હતા.
બોગસ પુરાવા ઊભા કરનાર ACP બી.એમ.ચૌધરીની ઉમરા પોલીસે ધરપકડ કરી છે, ACPએ પોલીસ ખાતામાં નોકરી મેળવી અને પ્રમોશન લેવા માટે બોગસ પુરાવા ઊભા કર્યા હતા જે મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં સમાજ કલ્યાણ અધિકારીએ એસીપી ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે મામલે ACP ઉમરા પોલીસ સ્ટેશનમાં આગોતરા જામીન સાથે હાજર થયા હતા અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી તેમને જામીન ઉપર મુક્ત કર્યા હતા.સુરતમાં કે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બી.એમ.ચૌધરી સામે ગુનો દાખલ કરયો છે, વર્ષ 1993માં પીએસઆઈનું પોસ્ટિંગ મેળવ્યું હતુ તે સમયે તેમણે જઝનું જાતીય પ્રમાણ મૂકી દીધુ હતુ, પોતે ઓબીસી સમાજમાં હોવા છત્તા ખોટું જાતીય પ્રમાણપત્ર મૂકયું હતુ તેને લઈ ગુનો નોંધાયો હતો અને ગુનો નોંધાતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. રાજ્ય પોલીસ વડાએ 21 મેના રોજ તેમને ડિસમિસ કરવાનો હુકમ કર્યો હતો. આદિજાતિ વિકાસ ટ્રસ્ટ, ગોધરાના પ્રમુખ પ્રવીણભાઈ પારગી દ્વારા ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.