સૂરજકરાડીનો શખ્સ નશાકારક કેપ્સ્યુલના જથ્થા સાથે ઝડપાયો
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારના એક શખ્સને ડીવાયએસપી સ્ટાફ દ્વારા નશાકારક કેપ્સ્યુલના જથ્થા સાથે ઝડપી લઇ, ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દ્વારકા વિસ્તારના ડીવાયએસપી સાગર રાઠોડની ટીમના પોલીસ સ્ટાફ દ્વારા ગતરાત્રે સુરજકરાડીના ગણેશપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ધનજી રામજી મેરાભાઈ ધુમડિયા નામના 42 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી જુદા જુદા નામની 1126 નશાકારક કેપ્સ્યુલના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. 563 ગ્રામ વજનની અને રૂૂ. 11,147 ની કિંમતની કેપ્સ્યુલ ઉપરોક્ત શખ્સએ પોતાના અંગત ફાયદા માટે પોતાના મકાનમાં છુપાવીને રાખવામાં આવી હોવાથી પોલીસે એક મોબાઈલ સહિત કુલ રૂૂપિયા 16,147 ના મુદ્દામાલ સાથે આરોપી ધનજી ધુમડીયાની અટકાયત કરી લીધી હતી.
આ પ્રકરણમાં પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરૂૂ દ્વારા હાથ ધરવામાં આવી છે.
જુગાર
દ્વારકામાં રબારી પાડો વિસ્તારમાં રહેતા મીત ભરતભાઈ ચંદારાણા નામના શખ્સના રહેણાંક મકાનમાં બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા મીત ભરતભાઈ ચંદારાણા સાથે યુગ અભિજીતભાઈ વાયડા, રાજ હિતેનભાઈ મીન, યસ વીશનજીભાઈ ઝાખરીયા અને ભાવેશ જગદીશભાઈ ભાયાણી નામના પાંચ શખ્સોને પોલીસે રૂૂ. 12,750 ની રોકડ રકમ તથા રૂૂપિયા 40 હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 52,750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ધમકી
કલ્યાણપુર તાલુકાના આશિયાવદર ગામે રહેતા સુખદેવસિંહ ઉમેદસિંહ જાડેજા નામના 27 વર્ષના ગરાસિયા યુવાનને રસ્તામાં રોકી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી ઈજાઓ કરવા સબબ આ જ ગામના પ્રવીણસિંહ કાનાજી જાડેજા નામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
