For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેડી ચોકડી પાસે ભાડાના મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

04:47 PM Sep 07, 2024 IST | Bhumika
બેડી ચોકડી પાસે ભાડાના મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
Advertisement

શહેરના બેડી ચોકડી પાસે સિલ્વર પાર્કમાં રહેતા શખસના મકાનમાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડી પાંચ શખસોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ રૂૂપિયા 33,700 કબજે કરી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ,બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન એવી બાતમી મળી હતી કે, બેડી ચોકડીથી આગળ અમદાવાદ હાઈવે પર સિલ્વર પાર્ક શેરી નંબર-1 માં ભાડાના મકાનમાં રહેતો યુનુસ અલ્લા રખાભાઈ રાઉમા(ઉ.વ 40) પોતાના મકાનમાં જુગાર રમાડી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી અહીં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા. જેમાં યુનુસ ઉપરાંત રફીકશાહ રહેમાનશાહ શાહમદાર(ઉ.વ 50),હરેશ રવજીભાઈ મકવાણા(ઉ.વ 34),અજય બળવંતભાઈ ચૌહાણ(ઉ.વ 23) અને ખુશાલ પ્રવીણભાઈ ધામેચા(ઉ.વ 22) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂૂપિયા 33,700 કબજે કર્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement