સોમનાથમાં ધારાસભ્ય અને કોળી સમાજનાં અગ્રણીઓ પરથી ખોટા કેસ પરત ખેંચવા રજૂઆત
પ્રભાસપાટણ સોમનાથ ખાતે શંખ સર્કલ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોના ઘર પર ડિમોલેશન થતા આ વિસ્તારના કોળી સમાજના યુવા નેતા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સ્થળ પર જઈ તંત્ર સાથે ગરીબ લોકોના પ્રતિનિધી તરીકે વાત કરવા જતા ગીર સોમનાથના જીલ્લા કલેકટર ના ઈશારે પોલીસ દ્રારા તેમની અટકાયત કરવામાં આવી અને તેમની ઉપર ખોટી ફરીયાદ કરવામાં આવી અને ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરૂૂ રચવામાં આવ્યુ છે તેમજ ગીરસોમનાથ પોલીસ તંત્ર દ્રારા ખુબજ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો તેથી સમગ્ર ગુજરાતના કોળી સમાજના લોકો ખુબજ નારાજ થયેલ છે ગીરસોમનાથના જીલ્લા કલેકટર દ્રારા જો હુકમી હીટલર સાહી વલણ અપનાવી કોઈપણ ડીમોલેશનની મંજુરી વગર અનેક ગરીબ લોકોના ઘર મકાન પાડી દિધેલા છે અને આ ઘટનામાં પણ કોઈ મંજુરી વગર આ ગરીબ પ્રજાને હેરાન પરેશાન કરવામાં આવેલ છે ત્યારે પ્રજાના પ્રતિનીધીશ્રી વિમલભાઈ ચુડાસમાં ગીરસોનાથના ધારાસભ્ય દ્વારા તંત્ર સાથે વાતચીત કર્તા ખુદ ધારાસભ્યને પણ આ કલેકટર અને પોલીસ પ્રસાશન દ્રારા ખોટા પોલીસ કેશમાં ફસાવવામાં આવેલા છે સાથે પાટણના મોટા કોળીવાડાના પટેલ દિનેશભાઈ બામણીયા તથા અન્ય 40 જેટલા લોકોને ખોટીરીતે ખોટા કેશમાં ફસાવવામાં આવેલ છે લોકસાહીમાં પ્રજાના પ્રતિનિધી તરીખે અવાજ ઉપાડવો એપણ એક ગુન્હો હોય એવુ સાબીત થાય છે સમગ્ર ગુજરાત માં કોળી સમાજના લોકોમાં ખુબજ રોષ ઉભો થયેલ છે અને જો આ ખોટી ફરીયાદ પરત ખેંચવામાં નહી આવે અને આ ઘટનામાં ખોટી ફરીયાદ કરના અધિકારી અને આ કલેકટર વિરુધ્ધ યોગ્ય કરવામાં નહી આવે તો ન છુટકે અમારે ગાંધી ચીઘ્યા માર્ગે સરકારના આવા અધિકારીઓ વિરૂૂધ્ધ ન્યાય માટે ઉપવાસ ધરણા કરવા પડશે જેની ગુજરાત સરકાર નોંધ લે નહીતર સમગ્ર ગુજરાતમાં સરકાર વિરૂૂધ્ધમાં કોળી સમાજ ન્યાય માટે જન આંદોલન કરશે