રાજકોટમાં છાત્રા ઉપર પિતરાઇ ભાઇ સહિત બે સગીરોનું દુષ્કર્મ
કાકાના ઘરે અવર-જવર દરમિયાન કાકાના દીકરા સહિત બે શખ્સોએ અવાર નવાર કુકર્મ આચર્યુ
સગીરાને પાંચ માસનો ગર્ભ રહી જતા ભાંડો ફુટયો, બન્ને આરોપી પોલીસના સકંજામાં
રાજકોટમાં દુષ્કર્મનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજ્કોના મોરબી રોડ ઉપર રહેતી ધો.પમાં અભ્યાસ કરતી 13 વર્ષની સગા કાકાની પુત્રી ઉપર 16 વર્ષના સગીર અને તેના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભાઈ અને તેના મિત્રના દૂષ્કર્મનો 14 વર્ષની સગીરા ગર્ભવતી બનતા મામલો સામે આવ્યો હતો અને આ મામલે પરિવારને જાણ થતા બી-ડિવીઝન પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને તરુણને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું કે ભોગ બનનાર કિશોરીની ઉંમર 13 વર્ષ છે. થોડા દિવસો પહેલાં તે માતા-પિતા સાથે મહારાષ્ટ્રમાં રહેતાં મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી. બીજા દિવસે તેના પેટમાં દુ:ખાવો ઉપડતાં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. તે વખતે તબીબે તેના પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાનું કહેતાં તેના માતા-પિતા ચોંકી ઉઠયા હતા. તેમણે પુત્રીની પૂછપરછ કરતાં પિતરાઈ ભાઈ અને તેના મિત્રનું નામ આપ્યું હતું. જેથી કિશોરીની માતાએ તે તરૂૂણ વિરૂૂધ્ધ મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્ર પોલીસે 0 નંબરથી ફરિયાદ નોંધી બી-ડિવીઝન પોલીસ તરફ મોકલી આપી હતી.
કિશોરીની માતાએ તે તરૂૂણ વિરૂૂધ્ધ બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ એસ.એસ. રાણે અને તેમના સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી હતી. આ ગંભીર બનાવમાં પોલીસે ભોગ બનનાર કિશોરીની પૂછપરછ કરતાં ભોગ બનનાર 14 વર્ષની સગીરાએ જણાવ્યું કે, તેના પિતરાઈ ભાઈ અને તેના મિત્રએ તેની ઉપર દૂષ્કર્મ ગુજાર્યું હતું. જેમાંથી સગીરાનો પિતરાઈ ભાઈ જેની ઉંમર 16 વર્ષ આસપાસ છે, જયારે પિતરાઈ ભાઈનો મિત્ર બીજો તરૂૂણ જેની ઉંમર 13 વર્ષની આસપાસ છે.
14 વર્ષની ધોરણ 5 માં અભ્યાસ કરતી તરુણી સાથે દુષ્કર્મ ગુજારનાર બન્નેએ ભોગ બનનાર કિશોરીને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેને કારણે ભોગ બનનાર કિશોરીએ તેનું નામ માતા-પિતાને જણાવ્યું ન હતું. આજ કારણથી ફરિયાદમાં માત્ર એક જ તરૂૂણનું નામ હતું. પોલીસ સમક્ષ 14 વર્ષીય તરૂૂણીએ આપવીતી જણાવી હતી જેમાં પિતરાઈ ભાઈ જેણે ભોગ બનનાર કિશોરી ઉપર ગત નવરાત્રિ દરમિયાન એક વખત નહી પરંતુ તેણે છ થી સાત વખત દૂષ્કર્મ ગુજાર્યાનું પોલીસને જાણવા મળ્યું છે.
ભોગ બનનાર કિશોરીએ પોલીસને જણાવ્યું કે તેના માતા-પિતા જયારે કામ પર જતાં ત્યારે તેનો નજીકનો સંબંધી તરૂૂણ ઘરે આવી તેની ઉપર દૂષ્કર્મ ગુજારતો હતો. તેણે આવું છ થી સાત વખત કર્યું હતું. જયારે તેના સંબંધી તરૂૂણના મિત્રએ ગત નવરાત્રિ દરમિયાન એક વખત દૂષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનાર કિશોરીની માતાએ બીજા લગ્ન કર્યા છે. ભોગ બનનાર કિશોરી તેની આગલા ઘરની પુત્રી છે. મોરબી રોડ પર જકાતનાકા પાસે રહેતા પરિવારની 14 વર્ષીય પુત્રીને ગુપ્તભાગમાં અસહ્ય દુ:આવો થઈ રહ્યો હોય તેણે વાલીઓને આ અંગે વાત કરતાં કશુંક અજુગતું થયું હોવાની શંકાને પગલે સારવાર કરાવતાં બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો ભાંડો ફૂટતાં જ વાલીઓના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી.
આ પછી પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા ત્યારે બાળકીએ સઘળી હકીકત જણાવતાં પોલીસ પણ સ્તબ્ધ બની જવા પામી હતી. બાળકીએ તેના પર દુષ્કર્મ ગુજારનાર તરીકે તેના જ સગા કાકાના પુત્ર અને તેના સ્કૂલમિત્રનું નામ આપ્યું હતું. તરુણીના જણાવ્યા પ્રમાણે તેના કાકાનો પુત્ર વારંવાર તેના ઘેર અવર-જવર કરતો હોય પહેલાં ચેનચાળા કર્યા હતા. આ પછી થોડા દિવસ બાદ તેની હિંમત વધી ગઈ હોય તેવી રીતે તેના મિત્ર સાથે ઘેર ધસી આવીને જબદરસ્તીથી દુષ્કર્મ ગુજાર્યું હતું પોલીસે તાત્કાલિક બન્ને આરોપીને સકંજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે બાળકીના પિતા મજૂરીકામ કરતાં હોવાનું અને જેણે તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું તે સગ્ગા કાકાનો પુત્ર સ્કૂલમાં અભ્યાસ કરતો હોવાનું તો તેનો મીત્રએ પણ ભણતર અધૂરું છોડી દીધાનું બહાર આવ્યું હતું.