હળવદમાં કડક વીજ ચેકિંગ 22 લાખની ચોરી પકડાઇ
હળવદ શહેરમાં પીજીવીસીએલ ટીમે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં શહેરમાં 193 વીજ કનેકશન ચેક કરવા આવ્યા હતા તેમાંથી 37 વીજ કનેકશન માં ગેરરીતિ ઝડપાય કુલ 22.31 લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી, હળવદ PGVCL દ્વારા ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ માધવનગર, માધાપર,કણબીપરા ધન્શયામપુર સહીત દિવસમાં કુલ 193 વિજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 37 કનેક્શનમાં ગેરરીતી ઝડપાય હતી.
PGVCL ની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતુ કુલ 193 સ્થળોએ ચેકિંગ કર્યું હતું જેમાં 37 સ્થળોએ વીજચોરી ઝડપી લેવામાં આવી હતી PGVCL ટીમે કુલ 22.31 લાખની વીજચોરી ઝડપી લીધી હતી. જીયુવીસીએલના એ બી વસાવા ડી.ઈ,વી આર યાદવ સર્કલ એસઈ ડી આર ગડિયા આગેવાનીમાં જે એચ ઠાકર, હળવદ ઉઘ, એમએમ ચૌધરી ડીઇ ટેક, નાયબ કાર્યપાલક ઇજનેર જે.એલ.બંરડા માર્ગદર્શન હેઠળ PGVCL સ્ટાફ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજ ચેકીંગ હાથ ધરવામાં આવતા વિજ ચોરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.