કોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી
12:20 PM May 02, 2025 IST
|
Bhumika
Advertisement
રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા સરખડી ખાતે ગેરકાયદેસર રીતે સાદી માટી ખનીજ ખનન કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. કોડીનારના સરખડી ખાતેના ખાનગી માલીકીના સર્વે નં-594 વાળી જમીન ખાતે રોહિતભાઇ ભુપતભાઇ વાળા અને ભુપતભાઇ ભગવાનભાઇ વાળા દ્વારા કોઇ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે સાદીમાટી ખનીજ ખનન કરેલું હોવાથી આ વિસ્તારની માપણી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ- 3012.00 મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું જણાયું હતું. જેની ખનીજ કિંમત કુલ રકમ રૂૂ. 7.43 લાખ જેટલી દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisement
Next Article
Advertisement