રાજકોટમાં તનિષ્ક જવેલર્સ શો-રૂમનાં સ્ટોર મેનેજરે 17 લાખના દાગીના બારોબાર વેંચી માર્યા
ગ્રાહકે આપેલી રોકડમાંથી શોરૂમમાંથી દાગીના લઇ વેંચી છેતરપિંડી આચરી: પોલીસમાં ગુનો નોંધાયો
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે આવેલ તનિષ્ક જવેલર્સના સ્ટોર મેનેજર 17 લાખના દાગીના ગ્રાહકને આપવાના બદલે બારોબાર વેંચી નાંખી છેતરપીંડી આચરતાં નિલેશ ધધડાનામના શખ્સ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.બનાવ અંગે રાજકોટમાં લક્ષ્મીવાડી શેરી નં-20 મીલપરા મેઇન રોડ રહેતાં ચેતનભાઇ રાજેશભાઈ જાદવ (ઉ.વ.41) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નિલેશ પ્રવીણ ધધડા (રહે.હાલ જસરાજ નગર-1, ઉમિયા ચોક 150 ફૂટ રીંગ રોડ, મૂળ ગાંધીધામ કચ્છ) નું નામ આપતાં તાલુકા પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ 150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે આવેલ તનિષ્ક જવેલર્સમાં લાયઝનીંગ ઓફીસર તરીકે નોકરી છે. તનિષ્ક જવેલર્સની ફોર્ચ્યુન હોટલ પાસે આવેલ બ્રાન્ચમાં સ્ટોર મેનેજર તરીકે તનિષ્ક જવેલર્સ ગાંધીધામથી બદલી થઈ આવેલ નિલેશ પ્રવિણ ધધડાની નિમણૂક કરવામા આવેલ હતી. તે નિલેશ રાજકોટ બ્રાન્ચમાં સ્ટોર મેનેજર તરીકે શો-રૂૂમમાં ખરીદ વેચાણ તથા નાણાકીય વ્યવહારની તમામ જવાબદારી સંભાળતો હતો.
ગઇ તા.04 ના શો-રૂૂમ પર જુના ગ્રાહક મિલન જીતેન્દ્રભાઈ પોટા આવેલ અને તેણે જણાવેલ કે, તેઓએ ગઇ તા.10/01/2025 ના ત્રણ લાખ રૂૂપીયા ઓનલાઇન તેમજ તા.19/03 ના રૂૂ. 14 લાખની સોના અને ડાયમંડની રીંગ મળી ઓનલાઇન રકમ તથા ઘરેણા સહીત કુલ રૂૂ.17 લાખ સ્ટોર મેનેજર નિલેશ ધધડાને આપી તનિષ્ક જવેલર્સના ખાતામાં જમા કરાવેલ હતા. તેણે આ નિલેશભાઈને જણાવેલ કે, રૂૂ.17 લાખમાંથી અલગ અલગ સોનાના ઘરેણા લેવા છે, તેમ વાત કરેલ હતી અને બાદ નિલેશે ગ્રાહક મિલન પોટા પાસેથી મેળવેલ ઓનલાઇન રકમ તથા ઘરેણાના બદલામાં ગ્રાહકને આપવાના થતા રૂૂ.17 લાખના અલગ અલગ ઘરેણા પોતાના પાસે રાખી ઓળવી જઈ બારોબાર વેચી નાખેલ હતાં. જે ઘરેણા ગ્રાહક મિલનભાઈ પોટાને આપવાના થતા હોય તે નહી આપેલનું જાણવા મળેલ હતુ.
જેથી ફરીયાદીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી. નિલેશએ તનિષ્ક જવેલર્સના ગ્રાહકને આપવાના થતા ઘરેણા ગ્રાહક મિલનભાઇ પોતાને આપેલ ન હોય કે તનિષ્ક શો રૂૂમમાં પણ જમા કરાવેલ ન હોય અને પોતે ઓળવી જતાં ફરીયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ બી. વી.સરવૈયા અને ટીમે તપાસ આદરી આરોપીની શોધખોળ આદરી હતી.