સિહોરના ભડલી ગામે ડીએપી ખાતરની બેગમાંથી પથ્થર નીકળ્યા
12:31 PM Dec 24, 2024 IST | Bhumika
ભાવનગરના સિહોર તાલુકાના ભડલી ગામમાં એક ખેડૂતે ખરીદેલા ભારત DAPખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા છે. વાવણી માટે પાયાંનું ખાતર ગણાતા DAPખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. સિહોર તાલુકાના ભડલી ગામના ખેડૂત બલભદ્રસિંહ ગોહિલે સિહોરના ડેપોમાંથી ગત 21 ડિસેમ્બરે બે બોરી ભારત DAPખાતર ખરીદ્યું હતું.
Advertisement
આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું હતું. કાંકરા, પથ્થર અને માટી નીકળી હતી. આ ઉપરાંત ખેડૂતે એ પણ આરોપ લગાવ્યો હતો કે તેને આ ખાતરનું પાક્કું બિલ અપાયું ન હતું અને સાદા કાગળમાં બિલ આપ્યું હતું.
ભારત DAPખાતર આવી રીતે ભેળસેળવાળું નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. એક બાજુ DAPખાતરની અછત છે અને બીજી બાજુ ભેળસેળયુક્ત ખાતર નીકળતા ખેડૂત મૂંઝવણમાં મુકાયા છે.
Advertisement
Advertisement