નડિયાદમાં છેડતી બાબતે રજૂઆત બાદ વિધર્મીઓ દ્વારા પથ્થરમારો
નડિયાદનાં મલારપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. જેમાં કેટલાક લોકો રજૂઆત કરવા જતા વિધર્મીઓએ પથ્થર મારો કરી હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. તેમજ સમગ્ર વિસ્તારનાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ નડિયાદ શહેરના મલારપુરા વિસ્તારમાં અવાર નવાર કેટલાક અસામાજીક તત્વો દ્વારા શાકભાજી લેવા જતી મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાની રાવળવાસના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્યારે આ સમગ્ર મામલે કેટલાક લોકો રજૂઆત કરવા જતા વિધર્મીઓ દ્વારા તેઓ પર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાની ઘટનામાં રીક્ષાનાં કાચ તેમજ હેડલાઈટ તૂટી જવા પામી હતી. પથ્થરમારાની ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું નથી.
ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. તેમજ અન્ય પોલીસની ટીમો બોલાવી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પૂછપરછ શરૂૂ કરી છે.