For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દારૂ પ્રકરણમાં અંતે ભાજપના વોર્ડ નં. 10ના પ્રમુખ મોનીલ શાહની ધરપકડ

06:10 PM Jul 09, 2025 IST | Bhumika
દારૂ પ્રકરણમાં અંતે ભાજપના વોર્ડ નં  10ના પ્રમુખ મોનીલ શાહની ધરપકડ

ડી. એચ. કોલેજ પાસેથી દારૂની બોટલ સાથે ઝડપાયેલા: બે મિત્રોની પૂછપરછમાં નામ ખુલ્યા બાદ પોલીસની કાયર્વાહી

Advertisement

યાજ્ઞિક રોડ પર આવેલી ડી એચ કોલેજના મેદાનમાંથી ગઇકાલે વિદેશી દારૂૂની બોટલ સાથે બે શખસોની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા આ દારૂૂની બોટલ શહેર ભાજપના યુવા મોરચાના વોર્ડ નંબર 10ના પ્રમુખ મોનીલ શાહે મંગાવી હોવાનો ખુલાસો થતા પોલીસે તેની ધરપકડ કરી જામીન મુક્ત કર્યો હતો.

મળતી વિગતો મુજબ એ-ડિવીઝન પોલીસે ડી. એચ. કોલેજના ગેટ પાસેથી એજી ચોક સદ્દગુરૂૂ કોલોનીમાં રહેતા અને ઈમ્પોર્ટ-એક્ષપોર્ટનું કામ કરતાં રૂૂષભ કલ્પેશભાઈ દેસાઈ (ઉ.વ.30) અને ગોંડલ રોડ ગીતાનગર શેરી નં.2માં રહેતા અને ડ્રાયફ્રુટનો વેપાર કરતા શુભમ પ્રદિપભાઈ થાનકી (ઉ.વ.23) એકટીવા મોટર સાયકલમાં રૂૂા.ર900ની કિંમતની બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલ સાથે ઝડપી લીધા હતા. બન્નેની ધરપકડ કરી પૂછપરછ કરતા આ દારૂૂની બોટલ શહેર ભાજપના યુવા મોરચાના વોર્ડ નંબર 10ના પ્રમુખ નિર્મલા રોડ તિરૂૂપતિનગર એકતા ટાવરમાં રહેતા મોનિલ રાજેન્દ્રભાઈ શાહ (ઉં.વ.30)એ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. બન્ને મિત્રો મોનીલ માટે આ દારૂૂની બોટલ લઈ જતા હોવાનું કહેતાં પોલીસે મોનીલ શાહ સામે પણ પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

દારૂૂ ક્યાથી લાવ્યા હતા તે અંગે પોલીસે વધુ તપાસ શરુ કરી છે. મોનીલ શાહ હાલ રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા વોર્ડ નંબર 10ના પ્રમુખ છે અને તેઓ નવા સંગઠન માળખામાં યુવા ભાજપની ટીમમાં હોદ્દો મેળવવા માટે ઘણા સમયથી મથામણ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, તેમની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી થતા નવા સંગઠન માળખામાં સ્થાન મળશે કે કેમ ?તે જોવાનું રહ્યું. મોનીલ અગાઉ પણ આવી ભલામણમાં વિવાદમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement