રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોઠડામાં પોલીસ ઉપર પથ્થરમારો, કોન્સ્ટેબલને ઈજા

04:09 PM Aug 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હવે ગામમાં તપાસ માટે આવ્યા તો જીવતા જવા દઈશું નહીં, કહી પરિવારે આપી ધમકી, બેની ધરપકડ

શહેરની ભાગોળે કોઠારીયા રોડ પર આવેલા લોઠડા ગામે આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ અરજીના કામે તપાસમાં ગયો હતો ત્યારે જેના વિરૂધ્ધ અરજી હતી તે પરિવારે પોલીસ ઉપર પથ્થરમારો કરી હુમલો કરતાં એક કોન્સ્ટેબલને ઈજા થઈ હતી. જ્યારે આરોપીઓએ હવે ગામમાં તપાસ માટે આવ્યા તો જીવતા જવા દઈશુ નહીં કહી પરિવારે ખૂનની ધમકી આપી હતી. આ મામલે પોલીસે બે મહિલા સહિત ચાર શખ્સો સામે હુમલો, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પિતા-પુત્રની ધરપકડ કરી નાસી છુટેલી બન્ને મહિલાઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, આજી ડેમ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં જગદીશસિંહ રવુભા પરમારે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોઠડા ગામે રહેતા મુન્ના બાબુભાઈ મકવાણા, જયેશ મુન્નાભાઈ મકવાણા, શાંતાબેન બાબુભાઈ મકવાણા અને ભાનુબેન મકવાણાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, લોઠડા ગામે વડાલીયા કંપનીની બાજુમાં નાસ્તાની રેંકડી ધરાવતાં ફીરોજભાઈ સલીમભાઈ સોલંકીએ બાબુભાઈ મકવાણા અને તેના પરિવાર વિરૂધ્ધ કેબીન રાખવા બાબતે ઝઘડો કરતાં હોવાની અરજી આપી હતી. જેથી પોલીસે સામાવાળા બાબુભાઈને ફોન કરી પોલીસ સ્ટેશને નિવેદન નોંધાવવા માટે આવવાનું જણાવતાં તેમણે પોલીસ સ્ટેશને આવવાની ના પાડી દીધી હતી. જેથી ફરિયાદી જગદીશસિંહ સહિતનો સ્ટાફ અરજીના કામે તપાસ માટે લોઠડા ગામે ગયો હતો. ત્યારે ત્યાં આરોપી મુન્ના બાબુભાઈ મકવાણા હાજર હોય જેણે બાબુભાઈ મકવાણા વિશે પુછતાં તેણે ફોન કરી અન્ય આરોપીઓને બોલાવી લીધા હતાં.

તમામ આરોપીઓ પોલીસને ‘તમે અમને ખોટી રીતે હેરાન કરો છો, તમે ફીરોજભાઈ સાથે મળેલા છો’ તેમ કહી ઝઘડો કરવા લાગેલા અને ઉશ્કેરાઈ જઈ પોલીસ ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો તથા લોખંડના પાઈપ વડે માર મારતાં સાથેના કોન્સ્ટેબલ મહાવીરસિંહને વાસાના ભાગે ઈજા પહોંચી હતી. આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ હવે ગામમાં તપાસ માટે આવ્યા તો જીવતા જવા દઈશુ નહીં કહી ખૂનની ધમકી આપી હતી. જેથી પોલીસે પોલીસ સ્ટેશને ફોન કરી અન્ય કર્મચારીઓને બોલાવી લીધા હતાં અને આરોપી મુન્ના બાબુભાઈ મકવાણા અને તેના પુત્ર જયેશને ઝડપી લીધા હતાં. જ્યારે માણસોના ટોળા ભેગા થઈ જતાં મહિલા આરોપી શાંતાબેન અને ભાનુબેન ભીડનો લાભ ઉઠાવી ત્યાંથી નાસી છુટયા હતાં.

ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે ચારેય આરોપી વિરૂધ્ધ હુમલો, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પિતા-પુત્રની ધરપકડ કરી હતી અને નાસી છુટેલા બન્ને મહિલા આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement