ભાવનગરમાં સાવકી માતા બની શેતાન: પુત્રીના વાળ કાપી, મોઢે ટેપ બાંધી પંખે ઊંધી લટકાવી
ભાવનગરમાં એક સાવકી માતાએ માતૃત્વ અને માનવતાને શર્મસાર કરી છે. સાવકી માતાએ પોતાની ક્રૂરતાની હદ વટાવી બાળકીના વાળ અને નેણ કાપી કાઢ્યા છે. સાથે જ દીકરીને પંખે લટાકાવીને તેની સાથે અત્યાચાર ગુજાર્યો હતો. પોતાની ક્રૂરતાને કારણે દીકરી ચીસો ન પાડે તે માટે સાવકી માતે દીકરીના મોઢે સેલોટેપ મારી દેતી હતી. સાવકી માતાની નિર્દયાની જાણ આસપાસના લોકોને હતી. પરંતુ ક્રૂરતાની તમામ હદ વટાવી દેતા પાડોશીએ સમગ્ર ઘટનાની જાણ બાળ કલ્યાણ વિભાગને કરી હતી. હાલ બાળકીનું રેસ્કયુ કરી સલામત સ્થળે લઈ જવાઈ છે. આ બનાવવાની વિગતો એવી છે કે ભાવનગર ના ઘોઘા રોડ ગાયત્રી નગર વિસ્તારમાં શ્રી રામ સોસાયટીમાં એક સાવકી માતા દીકરી પર અત્યાચાર કરતી હતી. 9 વર્ષની માસૂમ દીકરી પાસે તે ઘરનું બધું જ કામ કરાવતી હતી.
ઘરના વાસણ-કપડાં ધોવાથી માંડી કચરા-પોતું કરાવવાનું પણ કામ કરાવતી હતી. તેમ છતાં બાળકીને જમવાનું ન આપતી, તેમજ તેને ઢોર માર મારતી હતી. આ સાથે જ તેણે બાળકીના માથાના અને નેણના વાળ પણ કાપી નાંખ્યા હતાં. આ ક્રૂર માતા આટલેથી ન અટકી અને માનવતાને શર્મસાર કરી દીકરીને પંખે પણ લટકાવી દીધી હતી.
આ અંગે પાડોશીએ જણાવ્યું કે, પહું દરરોજ જ્યારે ચાલવા નીકળું ત્યારે આ છોકરી વાસણ ઘસતી જોવા મળતી હતી અને એઠા વાસણમાંથી ખાવાનું ભેગું કરી પોતાનું પેટ ભરવા મજબૂર જોવા મળતી. આ દ્રશ્ય જોતા જ મારી આંખમાંથી આંસુ આવી ગયાં. આ સિવાય એઠામાંથી ખાતી હોય ત્યારે પણ તેની સાવકી મા બોલાવે તો તે મોઢામાંથી ખોરાક ફેંકી દઈને ડરના મારે તરત ઘરની અંદર જતી રહેતી. કચરા-પોતુથી લઈને ઘરના બધાં જ કામ કરાવતી હતી. બાળકી ઉપરના અત્યાચારને લઈ આડોશી પાડોશીઓએ એકઠા થઈ બાળ કલ્યાણ વિભાગને જાણ કરી હતી.
હાલ બાળ કલ્યાણ વિભાગ દ્વારા બાળકીનું રેસ્ક્યુ કરીને તેને સાવકી માતાથી છોડાવવામાં આવી છે. આ ક્રૂર માતા બંને દીકરીઓ સાથે આવું વર્તન કરતી હતી. બાળ કલ્યાણ વિભાગ તપાસ કરી રહી છે કે, કેટલા સમયથી આ માતા આ પ્રકારનો ત્રાસ આપતી હતી? આ સિવાય સાવકી માતાની ક્રૂરતા સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને બાળકીની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ બાળકીને તાપીબાઈ ગૃહમાં તેની સાંભળ માટે સોંપવામાં આવી છે.
બાળકીએ પૂછપરછમાં જણાવ્યું કે, પમાત્ર મારી સાથે જ નહીં, પરંતુ મારી બેન સાથે પણ આવું ક્રૂરતાભર્યું વર્તન કરાતું હતું. અમે બંને બહેનો માતાની ક્રૂરતાથી ચીસો ન પાડીએ તે માટે અમારા મોઢા પર સેલોટેપ મારી દેવામાં આવતી હતી.