For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘સ્પેશિયલ-26’ : દાહોદમાં ફાઇનાન્સરને ત્યાં નકલી ઇન્કમટેકસની રેડ !

04:51 PM Jan 11, 2025 IST | Bhumika
‘સ્પેશિયલ 26’   દાહોદમાં ફાઇનાન્સરને ત્યાં નકલી ઇન્કમટેકસની રેડ

Advertisement

મામલો રફે દફે કરવા 25 લાખ માગ્યા, અંતે બે લાખમાં પતાવટ કરી : પાંચ શખ્સો ઝડપાયા

રાજ્યમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે. ચીજવસ્તુઓ ઠીક હવે તો મોટા-મોટા અધિકારીઓ પણ નકલી જોવા મળી રહ્યા છે.જાણે કોઈ ફિલ્મી કહાણી હોય તેમ આવી ઘટનાઓ ટોક ઓફ ધી ટાઉન બનતી હોય છે.આવી જ એક ઘટના દાહોદમાં સામે આવી છે.જ્યાં નકલી ઈન્કમટેક્સ અધિકારીઓનો પર્દાફાશ થયો છે. આ નકલી અધિકારીઓએ રેડ પણ પાડી હતી.

Advertisement

વધુ વિગતો એવી છે કે,દાહોદના સુખસર ગામે નાણાં ધીરધારનો ધંધો કરનાર વેપારીની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી. અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી. આ નકલી અધિકારીઓએ બિલકુલ અસલી અધિકારીઓની જેમ માહોલ ઊભો કર્યો હતો. રેડ દરમિયાન આરોપીઓએ નાણા ધિરાણના ચોપડા ચેક કરી દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી.

આ સાથે જ જો કેસ ન કરવા માટે 25 લાખની માંગણી કરી હતી.તેમજ આરોપીઓએ બે લાખની રોકડ લઇ લીધી હતી.જ્યારે આ છ શખ્સોએ બાકીના નાણા અન્ય જગ્યાથી આપવાની વાત કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસે ભાવેશ બીપીનચંનદ્ર આચાર્ય (રહે. હાથીજણ, અમદાવાદ) તેમજ અબ્દુલ સુલેમાન (રહે. દાહોદ)ને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય ચાર શખ્સો ફરાર થયા હતા.ત્યારે આ ઘટનામાં નાકાબંધી કરવામાં આવતા અમદાવાદ અને આણંદથી વધુ ત્રણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા.આ ઘટનામાં સુખસર પોલીસે છ શખ્સો વિરુદ્ધ સરકારીના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કર્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement