રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સોની વેપારી કમિશનથી ગોલ્ડ લેવાના બહાને છેતરપિંડીનો શિકાર બન્યા: ચાર લાખ ગુમાવ્યા

12:19 PM Mar 28, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

પિતા-પુત્ર તથા રાજકોટના શખ્સ દ્વારા ફાયનાન્સ કંપનીમાંથી સોનુ છોડાવવાના બહાને હાથ સાફ કર્યા

Advertisement

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોની કામની દુકાન ધરાવતા સોની વેપારી જામનગર ના પિતા પુત્ર અને રાજકોટના એક શખ્સ સહિત ની ત્રિપુટીની છેતરપિંડી નો શિકાર બન્યા છે. રાજકોટ ની ફાઇનાન્સ કંપનીમાંથી સાડા આઠ તોલા સોનું છોડાવવા માટે અને કમિશનથી વેચાણના બહાને વેપારી પાસેથી ચાર લાખ રૂૂપિયા મેળવી લીધા પછી સોનું નહીં આપી હાથ ખંખેરી લીધા હતા. જે પૈસા ની માંગણી કરતાં ધાકધમકી અપાઇ હોવાથી આખરે ત્રણેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં શ્રીજી જ્વેલર્સ નામની સોના ચાંદીના ઘરેણાં ની દુકાન ધરાવતા વેપારી પાર્થભાઈ ભુપતભાઈ પોલરા એ પોતાની સાથે રૂૂપિયા ચાર લાખ ની છેતરપિંડી કરવા અંગે જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા પિતા પુત્ર નૈમિશ અતુલભાઇ પિત્રોડા અને અતુલભાઇ પિત્રોડા તેમજ રાજકોટના યુસુફભાઈ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી પિતા પુત્ર નેમિશભાઈ અને અતુલભાઇ કે જેઓએ પોતાનું સોનું રાજકોટની એક ફાઇનાન્સ ની ઓફિસમાં પડેલું છે, જેનું વજન સાડા આઠ તોલા જેટલું થાય છે. જે વેચાણથી આપવામાંટે અને તેમાં કમિશન મેળવવા છે વેપારીને છેતર્યા હતા.

પોતાનું સોનું છોડાવવા માટે રાજકોટમાં 4 લાખ રૂૂપિયા ભરવા પડશે તેમ કહી ફરિયાદી વેપારીના માતા પાસેથી 4,00,00 રૂૂપીયાની રકમ મેળવી લીધા બાદ રાજકોટમાં સોનુ છોડાવવા માટે ગયા હતા, અને સોનુ આપ્યું નહતું, તેમજ લાંબો સમય વીતી ગયો હોવા છતાં ચાર લાખની રકમ પણ આપી ન હતી, અને પૈસાની માંગણી કરવા જતા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.

આથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પીએસઆઇ ડી.જે. રામાનુજે ત્રણેય આરોપીઓ સામે છેતરપિંડી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યા છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement