For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કમ્પ્યુટરના ધંધાર્થી સાથે સોની વેપારીની 12 લાખની ઠગાઈ

04:55 PM Jan 03, 2025 IST | Bhumika
કમ્પ્યુટરના ધંધાર્થી સાથે સોની વેપારીની 12 લાખની ઠગાઈ

કાલાવડ રોડ પર એવરેસ્ટ પાર્કમાં રહેતાં અને હાથિખાનામાં શ્રી કોમ્પેલેક્ષમાં દુકાન નં.402 માં કોમ્પ્યુટર પાર્ટ્સના વેપારી સાથે સોની વેપારી દિવ્યેશ આડેસરાએ રૂૂ.12 લાખની છેતરપીંડી કરતા ફરીયાદ નોંધાઈ હતી.વેપારી સાથે વિશ્વાસ કેળવી હાથ ઉછીના લીધેલ રૂૂપીયા ન આપી ઘરને તાળું મારી આરોપી ભાગી ગયો હતો.આ બનાવમાં કાલાવડ રોડ પર જડ્ડુસ હોટલ પાસે આવેલ એવરેસ્ટ પાર્ક શેરી નં.04 માં રહેતાં પરાગભાઇ દીનેશભાઇ સંચાણીયા (ઉ.વ.43) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિવ્યેશ દિનેશચંદ્ર આડેસરા (રહે. પ્રહલાદ પ્લોટ શેરી નં.42, ચબુતરા પાસે) નું નામ આપતાં એ ડિવિઝન પોલીસે વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ફરીયાદીએ જણાવ્યું હતું કે,તેઓને હાથિખાનામાં આવેલ શ્રી કોમ્પેલેક્ષમાં દુકાન નં.402 માં કોમ્પ્યુટરના પાર્ટ તેમજ કોમ્પ્યુટર સ્ક્રીન તથા લેપટોપ વગેરેનું વેંચાણ તેમજ રીપેરીંગનું કામ કરૂૂ છું. પાંચ વર્ષ પહેલા તેમના મીત્ર ભાસ્કરભાઈ રાણપરા દ્વારા દિવ્યેશ આડેસરાનો સંપર્ક થયેલ હતો. તેઓ પ્રલાદ પ્લોટ શેરી નં.42 ચબૂતરા ચોક પાસે રહે છે અને સોના ચાંદીનો શો-રૂૂમ ધરાવે છે. તેઓ અવારનવાર ફરિયાદીની દુકાને આવતા અને પોતાના સોના ચાંદીના શો રૂૂમ માટે દુકાનેથી કોમ્પ્યુટરની સ્ક્રીન તેમજ લેપટોપની ખરીદ કરવા આવતા હતાં.

જેથી બન્ને વચ્ચે મીત્રતા થઈ હતી અને ફરિયાદીને ક્યારેક પૈસાની જરૂૂરીયાત હોય તો દિવ્યેશ પાસેથી પૈસા હાથ ઉછીના લેતો અને તેઓને કયારેક પૈસાની જરૂૂરીયાત હોય તો તેઓને હાથ ઉછીના પૈસા આપતાં હતાં.તેઓ સમયસર પૈસા પરત આપી દેતા હતા.ગઈ તા.01/08/2022 ના દિવ્યેશ આડેસરા દુકાને આવેલ અને જણાવેલ કે,મારે સોના ચાંદીના ધંધા માટે મારે રૂૂ. 12 લાખની જરૂૂરીયાત છે અને હું તમને એકાદ મહીનામાં તમારા રૂૂપીયા પરત ચુકવી આપીશ તેમ વાત કરતા તા.02/08/2022 ના આરોપીને આર.ટી.જી.એસ થી 12 લાખ તેઓના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ હતા.

Advertisement

ત્યારબાદ સાત મહીના પછી દિવ્યેશ આડેસરા પાસે રૂૂ.12 લાખની માગણી કરતા તેને થોડા દીવસમાં રૂૂપીયા આપુ છુ તેમ જણાવી આજ સુધી ખોટી ખોટી મુદત આપતો અને બહાના આપતો હતો.ત્યારબાદ તેઓના ઘરે જઈ તપાસ કરતા આરોપી પોતે પોતાનું ઘરે તાળા મારીને કયાંક જતો રહેલ હતો. જેથી આરોપીને ઉછીના આપેલ રૂૂ.12 લાખ ઓળવી જઈ નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.આ બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસના પીએસઆઇ બી. એચ.પરમાર અને ટીમે તપાસ હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement