‘તું મારી દીકરી કહે તેમ નથી કરતો’ તેમ કહી જમાઇને સસરા અને બે સાળાએ માર માર્યો
મવડીની ઘટના : પત્ની રિસામણે ચાલી જતાં યુવાનને ધાક ધમકી આપી ઘરે બોલાવી હુમલો કર્યાનો આક્ષેપ
શહેરમાં પેડક રોડ ઉપર આવેલી ગાંધીસમૃતી સોસાયટીમાં રહેતા એન્જિનિયર યુવકની પત્ની છેલ્લા છ માસથી મવડી રહેતા માવતરે રિસમાણે ચાલી જઇ છે. સસરાએ એન્જિનિયર યુવકને ફોન કરી ધાક ધમકી આપી ઘરે બોલાવીયો હતો. અને તુ મારી દિકરી કહે તેમ કેમ નથી કરતો તેમ કહી સસરા અને સાળાએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસ માથી જાણવા મળતી વિતગ મુજબ શહેરમાં પેડક રોડ ઉપર આવેલી ગાંધીસમૃતી સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં એન્જિયનીયર તરીકે નોકરી કરતો ઉત્તમ રમેશભાઇ ભાખર નામનો 30વર્ષનો યુુવાન બપોરના એકદ વાગ્યાના અરસામાં મવડી રામધણ આશ્રમ સામે હતો ત્યારે સસરા દામજીભાઇ ઠુમ્મર, સાળા મોહિત અને પંકજ સહિતનાએ ઝઘડો કરી મારમાર્યો હતો. યુવકને ગુપ્ત ભાગે ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ઉત્તમ ભાખર ખાનગી કંપનીમાં ઇજનેર તરીકે નોકરી કરે છે. અને તેના એક વર્ષ પહેલા લગ્ન થયા છે. પત્ની છેલ્લા છ મહિનાથી મવડી સ્થિત માવતરે રિસામણે બેઠી છે. તેના સસરા દામજીભાઇએ ફોન કરી તુ અહી આવ નહીતર હુ તારી કંપનીએ આવીને મારીશ તેવી ધમકી આપી ઉતમ ભાખરને ઘરે બોલાવીયો હતો. અને તુ મારી દિકરી કહે તેમ કેમ નથી કરતો તેમ કહી મારમાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.