હાર્ટએટેકથી વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસો સતત વધી રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે દિનપ્રતીદિન હૃદય રોગના હુમલાના કેસો વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હાર્ટએટેકથી વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા હતા. સદર બજારમાં રહેતા યુવાન અને નંદનવન સોસાયટીમાં રહેતા ચોકિદાર આધેડનુ મોત નીપજતા બંન્નેના પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ સદર બજારમાં ઠક્કર બાપા હરીજનવાસમા રહેતા ભરતભાઇ જેન્તીભાઇ ઝાલા (ઉ.વ.38) આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે તેમને જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ભરતભાઇ ચાર ભાઇ એક બહેનમાં વચેટ અને અપરણિત હતા. તેમનુ મૃત્યુ હાર્ટએટેકથી થયાનુ તબીબો દ્વારા જાણવા મળ્યુ છે.
બીજા બનાવમાં યુનીવર્સિટી રોડ પર નંદનવન સોસાયટીમાં આવેલા ગોકુલ એપાર્ટમેન્ટમાં ચોકીદારની ઓરડીમાં રહેતા અને ચોકીદારી કરતા િેદલીપભાઇ શેરબહાદુર રાણા (ઉ.વ.44)નામના નેપાળી આધેટ આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ તબીબો દ્વારા હાર્ટએટેકથી મોત થયાનુ જાહેર કરવામાં આવ્યુ હતુ.
પ્રાથમિક તપાસમાં મૃતક બેભાઇ એક બહેનમાં મોટા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા નેપાળી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.કેન્સરની બીમારીથી યુવાનનુ મોતઆજીવસાહતમા ખોડિયાર પરા શેરીનં.23માં રહેતા મહેશભાઇ માત્રાભાઇ મુધવા (ઉ.વ.38)નામના યુવાનનુ કેન્સરની બીમારીથી બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનુ મોત નિપજ્યુ હતુ પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇ બે બહેનમાં મોટા અને ડ્રાઇવીંગ કામ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.