ધ્રોલના વાંકિયા ગામમાં વધુ એક ગોડાઉનને નિશાન બનાવતા તસ્કરો: 15 મણ જીરૂની ચોરી
પોલીસમાં ફરિયાદ થતા શકમંદોને ઉઠાવી લેવાયા
ધ્રોળ તાલુકાના વાંકીયા ગામમાં એક ખેડૂત ના મકાનના ફળિયામાંથી કોઈ તસ્કરો 16 ગુણી ઝીરૂૂની ચોરી કરી ગયાના બનાવ બાદ વાંકીયા ગામમાં જ વધુ એક ગોડાઉનને તસ્કરો એ નિશાન બનાવી લીધું છે, અને અંદરથી રૂૂપિયા અડધા લાખ ની કિંમત નું 15 મણ જીરુ ચોરી કરી ગયાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવી છે. ધ્રોળ પોલીસ દ્વારા કેટલાક શકમંદોને ઉઠાવી લેવાયા છે.ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં એક ખેડૂતના મકાનના ફળિયામાંથી તાજેતરમાં રૂૂપિયા 1.68.000 ની કિંમતની 16 ગુણી જીરું ની ચોરી થઈ હતી.
જે અંગે ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી, દરમિયાન વાંકિયા ગામમાં જ વધુ એક ગોદામમાંથી જીરું ની ચોરી થયા ની ફરિયાદ થઈ છે. ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સુનિલભાઈ દેવશીભાઈ પટેલે પોતાના ગોદામમાંથી કોઈ તસકરો 52,000 ની કિંમત ની જીરું ની 5 ગુણી ઉઠાવી ગયા ની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવી છે.
ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે. કે. દલસાણીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને પંચનામુ વગેરે કરી લઈ તસકરોને શોધવા માટે ની કવાયત હાથ ધરી છે. અને ગોડાઉન થી થોડે દૂર લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરો ને શોધવાની કવાયત હાથ ધરી છે. પોલીસે કેટલાક શકમંદો ને ઉઠાવી લીધા છે, અને ગણતરી ના કલાકો માં ચોરી નો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઇ રહ્યું છે.