ભગવતીપરામાં સફાઇ કામદારના ઘરે તસ્કરો ત્રાટકયા: 1.37 લાખ મતાની ચોરી
ભગવતીપરામાં સુખસાગર સોસાયટીમાં રહેતા સફાઈ કામદાર મહેન્દ્રભાઈ ચંદુભાઈ વાઘેલા (ઉ.વ.40)ના બંધ મકાનના મેઈન દરવાજાનો લોક તોડી તસ્કરો મકાનમાંથી રૂૂા.1.37 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાચોરી ગયાની બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મહેન્દ્રભાઈના પિતાજી તબીયત સારી ન હોવાથી તે પરિવાર સાથે ત્યાં ગયા હતા.પાછળથી તસ્કરો ત્રાટકયા હતા.આ મામલે પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે.
બીજા બનાવમાં માંડાડુંગર પાસેની માધવ વાટીકા સોસાયટી શેરી નં.4માં રહેતાં અને આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ખોડલ મેટલ નામનું કારખાનું રાખી છરી-ચપ્પાનું જોબવર્ક કરતા દિનેશભાઈ ઉકાભાઈ વેકરિયા (ઉ.વ.45)ના બંધ મકાનમાંથી તસ્કરો રૂૂ.81,500ની મત્તા ચોરી કરી ગયાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં દિનેશભાઈએ જણાવ્યું છે કે,ગઈ તા.8નાં રોજ પત્ની અને પુત્ર સાથે લોધિકા ખાતેના ગિરનારી આશ્રમમાં ગયા હતા.સવારે પાડોશી વર્ષાબેને કોલ કરી જણાવ્યું કે તમારા મકાનમાં દરવાજો ખુલ્લોછે.
જેથી ઘરે આવી જોતાં મેઈન દરવાજાનું તાળું તુટેલુ હતું. અંદર બધો સામાન વેરવિખેર પડયો હતો. કબાટના દરવાજા ખુલ્લા હતા.તિજોરી તૂટેલી હાલતમાં જોવા મળી હતી.
તપાસ કરતાં અંદરથી સોનાની બુટી, એકઘડિયાળ અને રોકડા 6પ હજાર ગાયબ હતા. આજી ડેમ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી કેમેરા વગેરેના આધારે તપાસ આગળ ધપાવી છે.