ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચોટીલામાં ડોકટરના મકાનમાં તસ્કરો ત્રાટક્યા: સોસાયટીમાં ફફડાટ

12:08 PM Aug 23, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ચોટીલામાં છેવાડાની સોસાયટીમાં રહેતા ડોક્ટર તેમના વતન જતા ઘરમાં ચોરી થઇ હતી.જેમાં રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થતા છેવાડાની સોસાયટીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ચોટીલાના ડેન્ટિસ્ટ ડોક્ટર અરવિંદભાઈ ડાભીના છેવાડાની સોસાયટીમાં રહેતા તેઓ તેમના પત્નીને ડિલિવરી આવતા તે માટે તેઓએ રોકડ રકમ ઘર પર રાખી હતી. તેમના પત્ની પિયર જતાં તેઓ તેમના વતન મઘરીખડા ગામે ગયા હતા. તેમાં રાત્રીના સમયે અજાણ્યા ચોરો ઘરમાં બહાર લોખંડનો અને અંદરનો ગેટ તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રહેલા રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરી હતી. સવારે પાડોશીને ઘરનો દરવાજો ખુલ્લો દેખાતા તેઓએ ડોક્ટર અરવિંદભાઈ ડાભીને જાણ કરી હતી. આથી તેઓ તાત્કાલિક પહોંચી પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી તેમજ બહારના સીસીટીવી ચેક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Tags :
Chotilachotila newsgujaratgujarat news
Advertisement
Advertisement