લોધેશ્ર્વર સોસાયટીમાં ઘર બહાર બાંધેલા આઠ બકરાં તસ્કરો ઉઠાવી ગયા
રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ પોલીસ પેટ્રોલીંગ વચ્ચે પણ ચોરી થયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવીરહી છે. ત્યારે વધુ બે સ્થળે ચોરી થયાની પોલીસ દફ્તરે ફરિયાદ નોંધાઈ છે. જેમાં લોધેશ્ર્વર સોસાયટીમાં ઘર બહાર બાંધેલા 8 બકરા કારમાં ભરી તસ્કરો નાશી છુટ્યા હોવાની અને ચા-પાન-ફાકીની કેબીનના પતરા તોડી રોકડ અને મોબાઈલની ઉઠાંતરી કર્યાની ઘટના સામે આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલી લોધેશ્ર્વર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ વિનોદભાઈ જરિયાના ઘર બહાર રાત્રીના સમયે 6 બકરી અને બે નાના બકરીના બચ્ચા બાંધ્યા હતાં. ત્યારે રાત્રીના સમયે 3થી 4 અજાણ્યા શખ્સો 8 બકરાને કારમાં ભરીને નાશી છુટ્યા હોવાની રાજેશભાઈ જરિયાએ માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા બનાવમાં રૈયાધાર સ્લમ ક્વાટરમાં રહેતા અને યુનિવર્સિટી રોડ ઉપર સમરસ હોસ્ટેલ સામે માલધારી ટી સ્ટોલ નામની પાનની કેબીન ચલાવતા લાલજીભાઈ ગાંડુભાઈ ડોંડાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ કેબીનની સાઈડના પતરા તોડી કેબીનમાં ટેબલના ખાનામાં રહેલી રૂૂા. 18 હજારની રોકડ અને મોબાઈલ મળી રૂૂપિયા 23 હજારના મુદ્દામાલની ચોરી થયાનું જણાવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે બન્ને ચોરીના ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કર્યા છે.
-