હળવદના સોનીવાડમાં તસ્કરો ત્રાટક્યા રૂા.2.66 લાખના દાગીના ઉસેડી ગયા
11:47 AM Sep 10, 2024 IST
|
Bhumika
Advertisement
હળવદ શહેરમાં તસ્કરોએ સોનીવાડમા રહેણાંક મકાનને નિશાન બનાવી મકાનમાંથી 2.66 લાખના સોનાના દાગીના ચોરી થઈ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે અને પોલીસે તસ્કરોના પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે.
Advertisement
મળતી માહિતી મુજબ હળવદ સોનીવાડમા હનુમાનજીની ડેરી પાછળ રહેતા રાજેન્દ્રકુમાર કૃષ્ણપ્રસાદ દવેના મકાનમાં રૂૂમમાં ચોરટાઓ સામાન વેરવિખેર કરી સેટીમાં રાખેલી થેલામાં મુકેલા સોનાના દાગીના સોનાની વિટી 2 જેની આશરે કિંમત 70 હજાર, મંગળસુત્ર આશરે કિ.રૂૂા. 1.16 લાખ,સોનાની ચાર જોડી બુટી જેની આશરે કિ.રૂૂા. 75 હજાર, એક ઇંગ્લીશમાં એચ લખેલ પેન્ડલ જેની આશરે કિ.રૂૂા.5 હજાર આમ કુલ કિ.રૂૂા.2.66 લાખના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરટાઓને શોધવાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Article
Advertisement