ખંભાળિયામાં સરકારી કવાર્ટરમાં ત્રાટક્યા તસ્કરો: રોકડ અને ઘરેણાંની તસ્કરી
શનિ-રવિની રજા હોવાથી કર્મચારીઓ બહારગામ ગયા ને તસ્કરોને મોકળુ મેદાન મળ્યુ
ખંભાળિયામાં ધરમપુર માર્ગ પર આવેલા જિલ્લા સેવા સદન સામે બનાવવામાં આવેલા સરકારી ક્વાર્ટરમાં શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાત્રિના સમયે અહીં રહેલા જુદા જુદા પાંચ જેટલા ક્વાર્ટરના તાળાઓ તોડી, અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો.
અહીં જે-તે કર્મચારી દ્વારા તેમના રહેણાંકમાં બધું વેર-વિખેર કરીને અહીં રાખવામાં આવેલા સોનાના દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી થયાનું પણ બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ત્યારે શનિ-રવિની રજા જેવું હોવાથી કેટલાક કર્મચારીઓ બહાર ગામ ગયા હોય, પાછળથી તસ્કરો કળા કરી ગયા હોવાનું પણ કહેવાય છે. ત્યારે અહીં સીસી ટીવી કેમેરા કે કાયમી વોચમેન ન હોવાથી હાઈવે નજીકના નિર્જન જેવા વિસ્તારમાં આવેલા આ ક્વાર્ટર માટે તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.આ બનાવ અંગે પોલીસને જાણ કરતા કરવામાં આવતા પોલીસ દ્વારા પણ જરૂૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.