ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પોપટપરામાં ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકયા, દાગીના સહિત 98 હજારની ચોરી

04:39 PM Nov 13, 2025 IST | admin
Advertisement

રાજકોટ શહેરના પોપટપરામાં કૃષ્ણનગરમાં રહેતા સલમાબેન સિકંદરભાઈ રફાઈ(ઉ.વ.29) અને તેમના પાડોશીમાં રહેતા નિતુબેન નિરુભાઇ સોલંકી અને મુમતાજબેન અબ્દુલકરીમ રાઠોડના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ત્રણ કલાકમાં કુલ 98 હજારની ચોરી થયાની ફરિયાદ પ્ર. નગર પોલીસમાં નોંધાઈ હતી.

Advertisement

સલમાબેને ફરિયાદમાં જણાવ્યુ હતું કે,ગઈકાલે બપોરના બારેક વાગ્યાની આસપાસ હુ ઘરવખરીનો સામાન લેવા બજારમા ગયેલ હતી ત્યારે મે મારા ઉપરોક્ત મકાનમા તાળુ મારેલ હતુ અને બજારમાથી ખરીદી કરી આશરે બપોરના ત્રણેક વાગ્યે ઘરે પરત આવતા જોયુ તો મારા ઘરમા તાળુ લાગેલ ન હતુ અને આકળી મારેલ હતી અને દરવાજો ખોલી ઘરની અંદર જતા ઘરના દરવાજા પાસે રાખેલ સુટકેશ ખુલ્લી પડેલ હતી અને તે સુટકેશમા રાખેલ સોનાની બુટ્ટીનુ બોક્ષ ખુલ્લુ હતુ જેમા સોનાની કાનની બુટ્ટી જોડી એક નંગ બે આશરે વજન 10 ગ્રામ જેની કિંમત આશરે રુપીયા 49,000/- વાળી જોવામા આવેલ નહિ તથા સુટકેશમા રાખેલ કપડા સુટકેશ બહાર નીચે આડા અવળા પડેલ હતા આજુબાજુ જે મારા ઘરમા ઘર વખરીનો સામાન વેર વિખેલ પડેલ હતો તથા કબાટ ખુલ્લો હતો અને કબાટની અંદર તીજોરી ખુલ્લી હતી અને કબાટની અંદર રાખેલા કપડા આડા અવળા પડેલ હતા અને આ બાબતે મારા પતિ સિકંદરભાઇને ફોન કરીને ઘરમા થયેલ ચોરીની વાત કરતા મારા પતિએ કહેલ કે હુ બપોરે બે વાગ્યે જમીને ઘરને તાળુ મારીને કામે ગયેલ હતો.

તેમ વાત કરતા મે કહેલ કે તમે જલ્દી ઘરે આવો અને થોડીવારમા મારા પતિ ઘરે આવેલ અને પછી વાતો વાતથી ખબર પડેલ કે બાજુમા પણ ચોરી થયેલ છે જેમા નિતુબેન નિરુભાઇ સોલંકીના ઘરમાથી પણ સોના ચાંદીના દાગીના કિંમત આશરે રુપીયા 19, 500/-અને રોકડા રુપીયા 8500/- ની ચોરી થયેલ છે.તેમજ મુમતાજબેન અબ્દુલકરીમ રાઠોડ સોના ચાંદીના દાગીના કિંમત આશરે રુપીયા 18,500/- અને રોકડા રુપીયા 3000/-ની ચોરી થયેલનુ જાણવા મળ્યું હતું.ત્રણ મકાનમાં ચોરીની ઘટના બનતા પ્ર. નગર પોલીસના પીએસઆઇ રાણીગાએ વધુ તપાસ શરૂૂ કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement