For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજી ચોકડી પાસે સ્માર્ટ એસ્ટેટના પાંચ કારખાનામાં તસ્કરો ત્રાટકયા: 82 હજારની ચોરી

12:59 PM Jan 16, 2025 IST | Bhumika
ધોરાજી ચોકડી પાસે સ્માર્ટ એસ્ટેટના પાંચ કારખાનામાં તસ્કરો ત્રાટકયા  82 હજારની ચોરી

Advertisement

ધોરાજી ચોકડી નજીક આવેલા સ્માર્ટ એસ્ટેટમાં મકરસંક્રાંતિની રાત્રે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. રાત્રે એક વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન તસ્કરોએ પાંચ કારખાનાઓમાં પ્રવેશ કરી બે કારખાનામાંથી કુલ રૂા.82,000ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.વિગતો અનુસાર, તસ્કરોએ પ્રથમ કારખાનામાંથી રૂા.40,000 અને એન્જલ એગ્રી સીડ્સમાંથી રૂા.42,000ની રોકડ ચોરી કરી હતી. આ ઉપરાંત કાવેરી એગ્રી ઇન્ડસ્ટ્રીઝ, એ વન ઇન્ડસ્ટ્રીઝ અને ફોર્ચ્યુન મલ્ટીપેક નામના ત્રણ કારખાનાઓમાં પણ તોડફોડ કરી હતી, પરંતુ ત્યાંથી કંઈ મળ્યું ન હતું.
સીસીટીવી ફૂટેજમાં એક અજાણ્યો શખ્સ કારખાનાઓમાં પ્રવેશી ચોરી કરતો કેદ થયો છે. તસ્કરોએ કારખાનાઓની ઓફિસના દરવાજા અને બારીઓ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. મકરસંક્રાંતિની રજાને કારણે મોટાભાગના કારખાનાઓમાં કોઈ કર્મચારીઓ હાજર ન હતા. સવારે કારખાના માલિકોએ આવીને જોયું ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. તમામ કારખાના માલિકોએ સાથે મળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement