For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આરામ હોટલના સંચાલિકાના માતાના ઘરમાં તસ્કરો ત્રાટકયા : 2.55 લાખની મતાની ચોરી

12:39 PM Jul 09, 2025 IST | Bhumika
આરામ હોટલના સંચાલિકાના માતાના ઘરમાં તસ્કરો ત્રાટકયા   2 55 લાખની મતાની ચોરી

જામનગર ની આરામ હોટલના સંચાલીકા મહિલાના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા માતા-પિતાના બંધ મકાન ને કોઈ તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લઈ હાથફેરો કરી લીધો હતો, અને 2,25,000ની કિંમતના ઘરેણા અને 30,000 ની રોકડ રકમ સહિત 2.55.000 ની માલમતા ચોરી કરી ગયા ની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે પોલીસે કેટલાક શકમંદ ઉઠાવીને પૂછપરછ શરૂૂ કરી છે.

Advertisement

જામનગરની આરામ હોટલના સંચાલિકા હીનાબેન દીપકભાઈ ભટ્ટ જેવો પોતાની સાથેના કેરટેકર ચેતનાબેન સાથે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચી જઈ પોતાના માતા પિતા નો બંગલો પટેલ કોલોની શેરી નંબર ત્રણ માં આવેલો છે, જે અમૃતકુંજ નામના મકાનમાં ચોરી થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. તસ્કરોએ તા 17.6.2025 થી ગઈ કાલ સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે મુખ્ય દરવાજા તેમજ અંદરના રૂૂમના લોક વગેરે તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને મકાનમાં રાખેલી રૂૂપિયા 30,000 ની રોકડ રકમ ઉપરાંત 2,25,000 ની કિંમતના સોનાના ઘરેણા વગેરે મળી કુલ રૂૂપિયા 2,55,000 ની માલમતા ચોરી કરી ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. આ બનાવની જાણ થતાં સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, અને કેટલાક શકમંદોને ઉઠાવી લઈ પૂછપરચ શરૂૂ કરી છે,અને ગણતરીના કલાકોમાંજ ઉપરોક્ત ચોરી નો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement