વાંકાનેરમાં એકસાથે 7 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા
વાંકાનેર શહેરમાં ભરચક વિસ્તારએવા જીનપરામાં આવેલ બ્રહ્મણશેરી તથા ભાટિયા શેરીમાં એક રાતમાં એક સાથે સાત મકાનોને નિશાન બનાવાયા પોલીસની પ્રતિષ્ઠાને જાણે ખુલ્લો પડકાર ફેકેલ હોય તેવો ઘાટ સર્જાયો છે.
આજોતા પોલીસના નાઈટ પેટ્રોલીંગ ઉપર પણ સવાલો ઉભા થયા છે. તેમજ હાલ સીયાળાની ઋતુ ચાલતી હોવાથી નાઈટ પેટ્રોલીમાંગ વદારવા ઉપરાંત ચોકે-ચોકે હોમગાર્ડ જવાનોને ગોઠવવા જોઈએ તેવી વ્યાપારી આગેવાનોની પણ પ્રબળ માંગ છે.
ગઈકાલે રાત્રે જીનપરા વિસ્તારમાં ભાટિયા શેરીમાં રહેતા વ્યાપારી અગ્રણી પ્રફુલભાઈ મણીલાલ રાજવીરના મકાનને નિશાન બનાવેલ છે. ત્યારબાદ બાજુમાં જ લોહાણા અગ્રણી અશોકભાઈ રામજીભાઈ કોટકના મકાનને નિશાન બનાવી મોટી તસ્કરી કરી હોય તેવું જાણવા મળી રહ્યું છે. હાલ મકાન માલીક તેમના પુત્ર શીંગાપુર રહેતા હોવાથી ત્યાં આટો દેવા ગયેલ હોવાથી પરત આવ્યા બાદ કેટલી મતાની ચોરી થઈ છે. તે જાણવા મળશે.
હાલ ભોગ બનનાર મકાન માલીકોના નિવેદનો નોંધાય છે. વિધિવત રજીસ્ટર કરાયો નથી. તેવુ ભોગ બનનાર મકાન માલીકો પાસેથી જાણવા મળી રહ્યું છે. શું આ કહેવત સાચી ઠરશે કે પોલીસ ના હાથ બહુ લાંબા હોય છે તો શું પોલીસ તસ્કરો સુધી પહોંચી શકશે કે નહીં? તે જોવાનું રહ્યું.