પારડીમાં કારખાનેદારને રૂમમાં પૂરી તસ્કરોનો બે લાખનો હાથફેરો
બારીના કાચ તોડી ઘુસી કબાટનો લોક તોડી ચોરી કરી નાસી છૂટ્યા
CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ: શાપર પોલીસે તપાસ શરૂ કરી
રાજકોટના શાપર વેરાવળ પાસે આવેલા પારડી ગામમાં રહેતાં કારખાનેદારના રૂૂમમાં ત્રાટકેલા તસ્કરોએ કારખાનેદાર જે રૂૂમમાં સૂતાં હતાં તેને લોક કરી મકાનમાં હાથફેરો કર્યો હતો અને 2 લાખની રોકડ સહિતના મુદામાલની ચોરી કરી નાસી છૂટતાં શાપર પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ આદરી હતી.
બનાવ અંગે રાજકોટના પારડી ગામે શ્રીજી વાટીકા સોસાયટીમાં રહેતાં જીગ્નેશભાઈ ગણેશભાઈ ભુવા, (ઉ.વ. 41) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પારડી નજીક શીતળા મંદીર પાસે જે.બી. મશીન ટુલ્સ નામે કારખાનું ચલાવી વેપાર કરે છે.ગઈ કાલ તા. 15 ના રાત્રીના બારેક વાગ્યાની આસપાસ તેઓ ઘરના બધા સભ્યો પોતાના રૂૂમમાં સુઇ ગયેલ અને માતા વિજ્યાબેન તથા પિતા દરરોજ સવારે સાડા ચાર વાગ્યે શાપર આનંદી આશ્રમે સેવા પુજા માટે જતા હોય છે, જે ગઈકાલે પણ સવારે આનંદી આશ્રમે ઓસરીના દરવાજામાં તાડું મારીને ગયેલ હતાં.
ફરીયાદીના પત્ની સવારે પાંચેક વાગ્યે જાગેલ અને તેઓને જગાડીને કહેલ કે, આપણો રૂૂમ બહારથી કોઈએ બંધ કરી દીધેલ છે. જેથી તેઓએ સામે રહેતા કાકા જામતભાઈ ભુવાને ફોન કરી આ બાબતે વાત કરતાં તેમણે બહાર નીકળી જોયેલ અને કહેલ તમારી ઓસરીની બારી તુટેલી છે.જેથી ચોરી થયાની શંકા જતા જેથી ઓસરીની ચાવી પિતા પાસે હતી. કાકાનો દિકરો આશીષ માતા પિતાને તેડી આવેલ અને ઓસરીનું તાડુ ખોલી બાદમાં તેઓના રૂૂમના દરવાજા ખોલતા બહાર આવેલ હતાં. બાદમાં ઘરમાં જોતા ઓસરીની બારી તુટેલી અને મારા માતા પિતાનો રૂૂમ ખુલ્લો હતો. જેમા જોતા પતરાનો કબાટનો લોક તથા અંદરની તીજોરીની લોક તૂટેલો હતો.
તીજોરીમાં રાખેલ રોકડ રૂૂ. 2 લાખ અને જુના વારસાગત ચાંદીના રાણી સીક્કા જોવામાં આવેલ નહી, જેથી કોઈ અજાણ્યા શખ્સો ઘરની ઓસરીની બારી તોડી રૂૂમના કબાટનું લોકર તોડી તેમા રાખેલ રોકડ રૂૂ.2 લાખ અને તથા જુના ચાંદીના સીકા ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.આ બનાવ અંગેની ફરીયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ આદરી હતી.