For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૌધરી હાઇસ્કૂલની સામે દેરાસરમાં તસ્કરો ત્રાટકયા

05:07 PM Feb 27, 2025 IST | Bhumika
ચૌધરી હાઇસ્કૂલની સામે દેરાસરમાં તસ્કરો ત્રાટકયા
oplus_2097152

રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ મણીયાર દેરાસરમાં ચોરીનો પ્રયાસનો બનાવ સામે આવતાં જૈન અગ્રણીઓ સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.મોડી રાત્રીના મુખ્ય દરવાજો ટપી અંદર પ્રવેશેલ તસ્કરે ભંડારાની રોકડ રકમ ઉઠાવી નાસી છૂટતાં સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.આ ઘટનામાં હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ,રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા મણીયાર દેરાસરમાં આજે સવારે જૈન સમાજના લોકો પૂજા અને દર્શન માટે ગયાં હતાં ત્યારે મંદિરમાં ખુલ્લામાં રહેલ સ્ટીલના ભંડારા (દાન પેટી) માં રહેતી દાનની રોકડ રકમ ગાયબ હતી. જેથી પૂજા કરવાં આવેલ લોકોએ દેરાસરના મેનેજમેન્ટ વિભાગને જાણ કરતાં અગ્રણીઓ દોડી આવ્યાં હતાં અને રાતના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં મોડી રાતના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં એક શખ્સ દેરાસરનો મુખ્ય દરવાજો ટપી અંદર પ્રવેશ્યો હતો અને આસપાસમાં નજર કર્યા બાદ મંદિરના ગર્ભગૃહમાં ખુલ્લામાં રહેતાં ભંડારામાં રહેતાં રોકડ આશરે ચારેક હજારની રોકડ ચોરી કરી ત્યાંથી ભાગી જતો નજરે પડ્યો હતો.જે અંગેની તપાસ હાથ કર્યા બાદ પ્ર. નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે પણ સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ હતો.આ મામલે હાલ પોલીસમાં કોઈ ફરિયાદ નહીં થયાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement