ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ત્રણ મકાનમાં લાખોની ચોરી કરનાર તસ્કર ઝડપાયો, એક ફરાર

12:08 PM Mar 04, 2025 IST | Bhumika
Advertisement

ઉતરપ્રદેશના શખ્સ પાસેથી ચોરાઉ મુદ્ામાલ રિકવર કરતી એલસીબી: સીસીટીવીએ ચોરીનો ભેદ ઉકેલ્યો

Advertisement

જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ત્રણ મકાનોમાં થયેલી લાખો રૂૂપિયાની માલમત્તા ની ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટુકડીને મહત્વની સફળતા સાંપડી છે, અને ચોરાઉ માલમતા સાથે એક તસ્કરને અટકાયતમાં લઈ લીધો છે. જ્યારે તેના ફરાર થઈ ગયેલા અન્ય એક સાગરીત ની શોધખોળ ચલાવાઇ રહી છે.આ બનાવની હકીકત એવી છે કે,ગત તા.20.02.2025 ના રાત્રી દરમ્યાન પ્રફુલભાઇ રમણીકભાઈ ચૌહાણ (રહે. દિવ્યમપાર્ક, ખોડીયાર કોલોની જામનગર) ના બંધ રહેણાક મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજાનો નકુચો તોડી મકાન માથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિ.રૂૂ. 5,21,500 ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ હતી.

તેમજ તા.24.10.2024 ના રાત્રી દરમ્યાન માયાબેન રામજીભાઇ ચંદ્રા (રહે, હીયડા રોડ,સેનાનગર જામનગર) ના બંધ મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજો તોડી મકાન માથી, સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂૂ 3,92,500 ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવાઈ હતી.

તેમજ તા.10.02.2025 થી તા.24.02.2025 ના રાત્રી દરમ્યાન રાકેશભાઇ રામાશંકરભાઈ સિંધ (રહે.ઢીચડા રોડ,સેનાનગર જામનગર) ના બંધ રહેણાક મકાનમાં કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજો તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂૂ 30,500 ની ચોરી કરી લઇ જતાં ફરિયાદ નોંધાવી હતી.

જેથી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી.વી.એમ. લગારીયા તેમજ પો.સ.ઈ..પી.એન.મોરી અને પો.સ.ઇ.શ્રી સી.એમ.કોટેલીયાની શાહવાડી હેઠળ એલસીબી ની ટુકડીએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરીને ઉપરોક્ત ત્રણેય ચોરીનો ઉકેલી નાખ્યા છે અને એક તસ્કરની અટકાયત કરી લીધી છે.એલ.સી.બી. ની ટિમ ધ્વારા બનાવ સ્થળની વિઝીટ કરવામાં આવી હતી, અને સી.સી ટીવી ફુટેજ ચેક કરી જરૂૂરી વર્ક આઉટ કરી ઉપરોક્ત ત્રણેય ઘરફોડ ચોરીમા સંડોવાયેલા મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સેના નગરમાં રહેતા જ્ઞાનેન્દ્રસીંગ જગદીશસીંગ જાટ (ઉવ.23) ની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દા માલ કબજે કરી લેવામાં આવ્યો છે.

બંને તસ્કરો દિવસ દરમિયાન બંધ મકાનની રેકી કરીને રાત્રે ચોરીને અંજામ આપતા હતા

પોલીસે પકડેલા એક આરોપી કે જેણે પૂછપરછ દરમિયાન એવો ખુલાસો કર્યો છે કે બંને તસ્કરો સાથે મળીને દિવસ દરમિયાન રેકી કરતા અને ત્યારબાદ રાત્રિના સમયે બંધ મકાનને નિશાન બનાવતા હતા. જે આરોપીઓએ દિવસ દરમ્યાન ઉપરોક્ત ત્રણેય બંધ રહેણાક મકાન ની રેકી કરી, ત્યારબાદ રાત્રીના સમયે બંધ મકાનના તાળા તોડી, તેમજ દરવાજા તોડી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો..

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement