For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SMCએ રૂા.35 લાખનો દારૂ પકડાવાના પ્રકરણમાં ભાવનગરના ફોજદાર સસ્પેન્ડ

12:34 PM Jul 12, 2024 IST | Bhumika
smcએ રૂા 35 લાખનો દારૂ પકડાવાના પ્રકરણમાં ભાવનગરના ફોજદાર સસ્પેન્ડ
Advertisement

વરતેજ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે તા.25 જુલાઇના રોજ રેડ પાડી રૂૂા. 35,47,200ની કિંમતની 19356 વિદેશી દારૂૂની બોટલો જપ્ત કર્યા બાદ આ ચકચારી બનાવમાં રાજ્યના પોલીસ વડાએ વરતેજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.વી. રબારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. દારૂૂ પ્રકરણમાં પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવતાં આ બાબત હાલ ભાવનગર પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બની છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે, ભાવનગર ખાતે નારી ચોકડીથી સિદર તરફના રોડ પર સીતારામ આઇમાતા હોટલના કમ્પાઉન્ડમાં એક ટ્રકમાં જંગી માત્રામાં દારૂૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે એટલે એસએમસીના પી,એસ.આઇ. સીહોન સહિતના કાફલાએ વોંચ ગોઠવી દારૂૂ ભરીને આવેલા ટ્રકને ઝડપી પાડ્યો હતો.

Advertisement

ટ્રકની ઝડતી લેવામાં આવતાં તેમાંથી રૂૂા.35,47,200ની કિંમતની વિદેશી દારૂૂની 19 હજાર બોટલ મળી આવતાં પોલીસે બે મોબાઇલ અને ટ્રક સહિત કુલ રૂૂા. 55,57,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જે તે સમયે ટ્રક ડ્રાઇવર બલવંતસિંહ દીલબાગસિંહ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, દારૂૂનો જથ્થો જયપુરમાં રહેતા કાલુ નીલ ભાખોદરાએ મોકલ્યો હતો અને દારૂૂનો જથ્થો સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા અને કુમારસિંહ ઉર્ફે દીગપાલસિંહ ગોહીલે મગાવ્યો છે એટલે પોલીસે આ બન્ને શખ્સને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. પૂછપરછમાં અનિલ ઉર્ફે પાણીયો જગદીશ પંડ્યા (રહે.રાજસ્થાન)ની સંડોવણી સપાટી પર આવતાં પોલીસે તમામ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. આમ, ભાવનગરમાથી સ્ટેટ મોનિટરીંગ સેલે લાખોનો વિદેશી દારૂૂ કબજે કર્યા બાદ તપાસ દરમિયાન સ્થાનિક પોલીસની બેદરકારી સપાટી પર આવતાં પીએસઆઇ રબારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement